દિશા પટણી પોતાના બર્થડેનો ખાસ પ્લાન બનાવી રહી છે, શું ટાઇગર શ્રોફને મળશે પાર્ટીમાં એન્ટ્રી

મુંબઈ | Jun 12, 2019, 23:20 IST

બોલીવુડની યુવા અભિનેત્રી દિશા પટણી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિશષ બની છે. ત્યારે 13 જુનના રોજ તેનો જન્મ દિવસ છે. તે આ દિવસે પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે

દિશા પટણી પોતાના બર્થડેનો ખાસ પ્લાન બનાવી રહી છે, શું ટાઇગર શ્રોફને મળશે પાર્ટીમાં એન્ટ્રી
દિશા પટણી અને ટાઇગર શ્રોફ

બોલીવુડની યુવા અભિનેત્રી દિશા પટણી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિશષ બની છે. ત્યારે 13 જુનના રોજ તેનો જન્મ દિવસ છે. તે આ દિવસે પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ દરમિયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જ્યારે બર્થડે પર લોકો તેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે. 

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએ સાથે વાતચીત દરમિયાન દિશા બર્થડે સેલિબ્રેશન પર વાત કરતાં કહ્યું કે મને લાગે છે કે બર્થડે ઉજવવા માટે હું હવે મોટી થઇ ગયું છું. મને વિચિત્ર લાગે છે, જ્યારે બર્થડે દરમિયાન બધાના મેસેજ અને કોલ આવે છે. પરંતુ બીજા દિવસે એવું લાગે છે કે જે પણ થયું હતું, હવે તે ખતમ થઇ ગયું છે. 

દિશા આગળ જણાવે છે કે તે અત્યારે પોતાની ફિલ્મ 'મલંગ'નું શૂટિંગમાં ખૂબ બિજી છે તો કદાચ તે પોતાના મિત્રો સાથે ડિનર પર જઇ શએક છે. હવે તેમને પૂછવામાં આવ્યું કે શું એક્ટર જેકી શ્રોફ પણ તેમના આ પ્લાનનો ભાગ બનશે. તેના પર દિશા પટણીએ જણાવ્યું કે હજુ સુધી પાકો પ્લાન નથી. પરંતુ જોઇએ શું થાય છે. જો દિશા પટણી ઉપરાંત અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર ને કૃણાલ ખેમૂ જેવા કલાકાર પણ જોવા મળશે. આ ફિલ્મને આગામી વર્ષે વેલેંટાઇનસ ડેના દિવસે રિલીઝ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે ભારતની સફળતા વિશે પૂછવામાં આવતાં દિશા પટણીએ કહ્યું કે એક પોઝિટિવ ફિલ્મ હતી, મને ખૂબ ખુશી છે કે મારી ફેમિલીને આ ફિલ્મમાં મારો રોલ સારો લાગે છે. તેમને ખરેખર મારા પર ગર્વ હતો જેને જોઇને ખૂબ ખુશી થઇ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK