Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવી મિસ્ટર ઇન્ડિયા રીમેક અથવા તો સીક્વલ નથી : અલી અબ્બાસ ઝફર

નવી મિસ્ટર ઇન્ડિયા રીમેક અથવા તો સીક્વલ નથી : અલી અબ્બાસ ઝફર

18 February, 2020 07:55 AM IST | Mumbai

નવી મિસ્ટર ઇન્ડિયા રીમેક અથવા તો સીક્વલ નથી : અલી અબ્બાસ ઝફર

અલી અબ્બાસ ઝફર

અલી અબ્બાસ ઝફર


અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે નવી ‘મિસ્ટર ઇન્ડિયા’ રિમેક અથવા તો સીક્વલ બેમાંથી એક પણ નથી. ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ અલી હવે ‘મિસ્ટર ઇન્ડિયા’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. ૧૯૮૭માં આવેલી અનિલ કપૂર અને શ્રીદેવીની ક્લાસિક ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ની આ રિમેક નથી. આ ફિલ્મ દ્વારા અલી એક સુપરહીરો યુનિવર્સ બનાવી રહ્યો છે. આ વિશે અલિ અબ્બાસ ઝફરનું કહેવું છે કે ‘મેં હજી તો સ્ક્રિપ્ટ પર કામ ચાલું કર્યું છે અને અમે હજી સુધી એક પણ ઍક્ટરને સાઇન નથી કર્યો. સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયા બાદ અમે ઍક્ટર્સને પ્રોસેસ કરવાનું શરૂ કરીશું. આ ફિલ્મમાં પ્રી-પ્રોડક્શન ખૂબ જ મહત્વનું છે અને એની શરૂઆત આવતા વર્ષે કરવામાં આવશે.’

આ પણ વાંચો : કેબલ અને બૉડી ડબલ વગર સ્ટન્ટ કર્યા ઇશાન ખટ્ટરે



આ ફિલ્મમાં સલમાન ખાન જોવા મળશે એવી ચર્ચા ચાલી હતી, પરંતુ હાલમાં શાહરુખ ખાન અને રણવીર સિંહ સાથે જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 07:55 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK