Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફીમેલ ડિરેક્ટર સાથે કામ કરવાથી ઘણો લાભ થાય છે : દિયા મિર્ઝા

ફીમેલ ડિરેક્ટર સાથે કામ કરવાથી ઘણો લાભ થાય છે : દિયા મિર્ઝા

02 May, 2019 11:12 AM IST | મુંબઈ

ફીમેલ ડિરેક્ટર સાથે કામ કરવાથી ઘણો લાભ થાય છે : દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા


દિયા મિર્ઝા માને છે કે ફીમેલ ડિરેક્ટર સાથે કામ કરીએ તો એનાથી ઘણો ફાયદો થાય છે. દિયા હાલમાં સોનમ નાયર ડિરેક્ટેડ વેબ-સિરીઝ ‘કાફિર’માં કામ કરી રહી છે. આ વેબ-સિરીઝનું ફર્સ્ટ શેડ્યુલ હિમાચલ પ્રદેશમાં પૂરું થયું છે. ‘કાફિર’ વિશે જણાવતાં દિયાએ કહ્યું હતું કે ‘વેબ-સિરીઝના ફર્સ્ટ શેડ્યુલનો અનુભવ અદ્ભુત રહ્યો હતો. ત્યાં અનેક લોકોને મળવાની મને તક મળી હતી અને તેમની પાસેથી હું ઘણુંબધું શીખી પણ હતી. સ્થાનિક લોકોએ અમારી પૂરી ટીમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું. તેઓ અમને જમાડતા પણ હતા. મહિલા ડિરેક્ટર સાથે કામ કરવાના ઘણા ફાયદાઓ છે.

આ પણ વાંચો : કિઆરા અડવાણીએ પોતાના વાળ કેમ કાપી નાખ્યા?



અમે કડકડતી ઠંડીમાં એકબીજાને વળગીને રહેતાં હતાં, અમે સાથે રડ્યાં પણ હતાં. આ બધામાં સૌથી અગત્યનું એ રહ્યું કે અમે એકબીજાની નજીક પણ આવ્યાં. હું ખૂબ ખુશ છું કે મને સોનમ નાયરમાં એક બહેન મળી ગઈ. તે કામને માણવાલાયક બનાવતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2019 11:12 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK