Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી મ્યુઝિકલ વૅબ સિરીઝ 'પહેલા ગુલઝાર'નું પોસ્ટર રિલીઝ

ગુજરાતી મ્યુઝિકલ વૅબ સિરીઝ 'પહેલા ગુલઝાર'નું પોસ્ટર રિલીઝ

19 September, 2020 04:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી મ્યુઝિકલ વૅબ સિરીઝ 'પહેલા ગુલઝાર'નું પોસ્ટર રિલીઝ

'પહેલા ગુલઝાર'નું પોસ્ટર

'પહેલા ગુલઝાર'નું પોસ્ટર


આજના સમયમાં OTT પ્લેટફોર્મ અને વૅબ સિરિઝનો ચાહક વર્ગ બહુ બહોળો છે. ગુજરાતી પ્રેક્ષકો પણ હવે વૅબ સિરીઝને પ્રાધાન્ય આપે છે. આ જ બાબતોને ધ્યાનમાં રાખીને મેકર્સ પણ ગુજરાતીમાં એક પછી એક નવા કન્ટેન્ટ પીરસે છે. ગુજરાતી ઓડિયન્સનું મનોરંજન કરવા માટે આવી રહી છે ગુજરાતી મ્યુઝિકલ વૅબ સિરીઝ 'પહેલા ગુલઝાર'. જેનું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ થયું છે.

ગુજરાતી મ્યુઝિકલ વૅબ સિરીઝ 'પહેલા ગુલઝાર'નું ફર્સ્ટ મોશન પોસ્ટર રિલિઝ થયું છે. જે જોઈનએ આકર્ષક અને અસરદાર લાગી રહ્યું છે. આ એક ટીનએજ લવ સ્ટોરી છે. જેમાં નાના શહેરમાં થતા પહેલા પ્રેમની વાત છે. સામાન્ય છોકરા અને છોકરી વચ્ચે ટ્યુશન ક્લાસમાં થતા પહેલા પ્રેમની વાર્તા છે.



મુખ્ય પાત્રમાં થિએટર કલાકાર શ્રુહદ ગોસ્વામી અને ગીત બ્રહ્મભટ્ટ જોવા મળશે. જેને અંકિત સખીય અને દુષ્યંત વ્યાસ દ્વારા લખવામાં તેમજ ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ રાકેશ પટોળિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.  વૅબ સિરિઝની મુખ્ય બાબત છે તેનું સંગીત. આ સિરિઝમાં સંગીત ગુજરાતના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર કેદાર-ભાર્ગવે આપ્યું છે. તદઉપરાંત સિરીઝમાં મિલિન્દ ગઢવીની ગઝલ પર એક ગીત બનાવવામાં આવ્યું છે. જે જિગરદાન ગઢવીએ ગાયુ છે.  સિરીઝ નો બજેટ ફિલ્મસના બેનર હેઠળ બનાવવામાં આવી છે. વૅબ સિરીઝ ઓક્ટોબર મહિનામાં યુટ્યૂબ પર રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK