Dheeme Dheeme : 'પતિ, પત્ની ઔર વો'નું ગીત રિલીઝ,2 લૂકમાં દેખાયો કાર્તિક
કાર્તિક આર્યનની અપકમિંગ કૉમેડી ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'નું પહેલું ગીત ધીમે-ધીમે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે પણ દેખાય છે. ગીત રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર હિટ થઈ ગયું. ગીતના રિલીઝનાઅડધા કલાકમાં જ આ યૂટ્યૂબ પર 1 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.
#ChintuTyagi ko Koi Roko
— Kartik Aaryan (@TheAaryanKartik) November 11, 2019
It's time to slow my game?#DheemeDheeme ??https://t.co/lYWVEAHP8S#PatiPatniAurWoh @bhumipednekar @ananyapandayy@BoscoMartis@junochopra @itsBhushanKumar @mudassar_as_is @iAmNehaKakkar @TonyKakkar @tanishkbagchi @mellowdofficial @brstudiosllp @TSeries
ADVERTISEMENT
'ધીમે-ધીમે' ગીત ફિલ્મની જેમ જ રીમેક છે. આ ગીતને પહેલે ટોની કક્કડે ગાયું હતું, જે એક મોટી હિટ સાબિત થઈ હતી. તેના પછી આ રીમેક પણ ટોનીએ જ ગાયું છે. જો કે, આ વખતે તેમને આ મામલે બહેન નેહા કક્કડનો પણ સાથ મળ્યો છે. ત્યાં જ ગીતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ગીતનું સંગીત, તનિષ્ક બાગચી અને ટોની કક્કડે મળીને આપ્યું છે. તો શબ્દોને ઢાળવાનું કામ તનિષ્ક બાગચી, ટોની કક્કડ અને મૈલો ડીએ કર્યું છે.
આ ગીતને કાર્તિકે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો. તેણે લખ્યું, 'ચિંટૂ ત્યાગી કો કોઈ રોકો'. આ ગીતમાં કાર્તિકના બે લૂક જોવા મળે છે ગીતના પહેલા પાર્ટમાં તે અનન્યા પાંડે સાથે છે, ત્યારે ખૂબ જ કૂલ દેખાય છે. તો બીજા ભાગમાં તે ભૂમિ પેડણેકર સાથે છે અને આમાં એક આછો દેસી ટચ આપવામાં આવ્યો છે. આ સિવાય ગીતમાં ભૂમિ અને અનન્યા પણ સુંદર દેખાય છે. ગીતના વીડિયોને ક્લબના બેકગ્રાઉન્ડમાં ફિલ્માવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ
જણાવીએ કે આ પહેલા 9 નવેમ્બરના આ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. જે ઇન્ટરનેટ પર ખૂબ જ ધમાલ મચાવી ચૂક્યું છે. હવે ગીત આવ્યા પછી ચાહકો સારો રિસ્પન્સ આપી રહ્યા છે. કાર્તિક, ભૂમિ અને અનન્યામે આ ફિલ્મને 6 ડિસેમ્બરના રિલીઝ કરવામાં આવશે.