Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધવલ દોમડિયા:શોખે બનાવી દીધો સેલિબ્રિટી, વાંચો રસપ્રદ ખુલાસા

ધવલ દોમડિયા:શોખે બનાવી દીધો સેલિબ્રિટી, વાંચો રસપ્રદ ખુલાસા

25 May, 2019 01:20 PM IST | જૂનાગઢ
ભાવિન રાવલ

ધવલ દોમડિયા:શોખે બનાવી દીધો સેલિબ્રિટી, વાંચો રસપ્રદ ખુલાસા

ધવલ દોમડિયા

ધવલ દોમડિયા


જો તમે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ હશો તો તમને ગુજ્જુ કોમેડીના નામે વીડિયોઝ જોવા મળતા જ હશે. અને તમે જિગલીના પાત્રથી પણ પરિચિત હશો. કદાચ તમને આ જિગલીનું પાત્ર ગમતું પણ હોય અને તમારા ખરાબ મૂડમાં તમને ખડખડાટ હસાવતું પણ હોય. જો તમે પણ જિગલીના ફેન છો, તો આજે અમે તમને મળાવીશું એક એવા વ્યક્તિને જેણે જિગલીના પાત્રને જન્મ આપ્યો, એટલું જ નહીં ગુજરાતીઓના હોઠે રમતું કરી દીધું.

વાત છે જૂનાગઢના યુવક ધવલ દોમડિયાની, જે હવે સ્ટાર બની ચૂક્યો છે. ધવલ દોમડિયા પહેલો ગુજરાતી યુટ્યુબર છે જેની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબરની સંખ્યા 10 લાખને પાર પહોંચી ચૂકી છે. હાલ ધવલ દોમડિયાની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર 12,51,081 છે, જે દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. આ સૌથી લોકપ્રિય ગુજરાતી યુટ્યુબ સ્ટાર સાથે gujaratimidday.comએ વાતચીત કરી, અને જાણવાની કોશિશ કરી તે ધવલ આ સફળતા બાદ શું કરી રહ્યા છે. તેમને વીડિયોઝના આઈડિયાઝ ક્યાંથી આવે છે ? યુટ્યુબર બનવા માટે શું કરવું જોઈએ ? આ સવાલો તમારા મનમાં પણ હશે. તો આ આર્ટિકલમાં વાંચો તમારા ગમતા યુટ્યુબસ્ટારના પોતાના શબ્દોમાં તેમની પોતાની કહાની.



 
 
 
View this post on Instagram

ભર તડકા ની ફોટોગ્રાફી ?

A post shared by Dhaval Domadiya (@dhaval_domadiya) onApr 17, 2019 at 2:30am PDT


 


 શોખ માટે કરી હતી શરૂઆત

ધવલ દોમડિયા મૂળ જૂનાગઢના છે. જૂનાગઢ સિટી જ તેમનું વતન છે. મોટા ભાગના ક્રિએટિવ લોકોની જેમ ધવલ પણ એન્જિનિયર છે. ધવલે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જો કે ધવલને પહેલેથી જ ટિપિકલ જોબ કરવાની ઈચ્છા નહોતી. એટલે એન્જિનિયરિંગ કરતા સમયે જ તે સેલ્ફી વીડિયોઝ ક્રિએટ કરતા. ધવલ શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામ પર જુદા જુદા પાત્રોમાં ઢળીને જુદા જુદા મુદ્દાઓ પર ક્રિએટિવ વીડિયોઝ બનાવીને પોસ્ટ કરતા. ધવલ કહે છે આ વીડિયોઝને સારો રિસ્પોન્સ મળ્યો. લોકોએ મને વધુ વીડિયોઝ બનાવવા કહ્યું એટલે પછી મેં યુટ્યુબ ચેનલ શરૂ કરી. અને પ્રોપર શૂટ કરીને વીડિયોઝ બનાવ્યા. અને બસ લોકોને મજા પડવા લાગી.

 
 
 
View this post on Instagram

gotiya nu dard #funny #gujarati #lalo #gotiyo #video #videos #girl #girlstrip #pain

A post shared by Dhaval Domadiya (@dhaval_domadiya) onDec 26, 2016 at 4:58am PST

પરિવાર પણ જુએ છે વીડિયોઝ

ક્યારેય યુટ્બુયને લઈ ઘરમાં મતભેદ થયા આ સવાલના જવાબમાં ધવલનું કહેવું છે કે આમ તો મારા પરિવારને મારાથી કોઈ વાંધો નહોતો, જિગલી બનતો ત્યારે પણ કોઈ તકલીફ નહોતી થઈ. પણ એક ટાઈમ એવો હતો કે ફેમિલીએ કહ્યું કે આ બધું મૂકી દો અને નોકરીએ લાગી જાવ. અને બે મહિના માટે મેં ખરેખર આ વીડિયો બનાવવાનું છોડી પણ દીધું હતું. પણ આ કર્યા વગર રહેવાયું નહીં. આખરે ઘરના લોકો માની ગયા. આજે તો સ્થિતિ એવી છે કે ઘરના બધા લોકો સાથે મળીને મારા વીડિયો જોઈ લે છે. અપલોડ કરું એ પહેલા જ બધા જોઈ લે છે.

જ્યારે ફેમિલી થયું ઈમ્પ્રેસ

આ સાથે જ ધવલ એક અનુભવ યાદ કરતા કહે છે કે પરિવાર સાથે અમે ભવનાથની તળેટીમાં પિકનિક કરવા ગયા હતા. ત્યારે અચાનક કેટલાક યંગસ્ટર્સ મને ઓળખી ગયા અને મારી સાથે સેલ્ફી લેવા આવ્યા. ફેમિલી પિકનિક હતું એટલે પરિવાર સાથે હતો. ત્યારે બધાને મારી સાથે સેલ્ફી લેતા જોઈ ઘરના લોકોને પણ લાગ્યું કે ના આપણો છોકરો કંઈક સારું કરે છે. પરિવારના લોકો પણ ખુશ થઈ ગયા. અને યુટ્યુબની સાથે સાથે હું ક્યારેક પપ્પાના બિઝનેસમાં પણ ધ્યાન આપું છું. એટલે મારું પણ કામ ચાલી જાય છે.

 

કેમ છોડ્યું જિગલીનું પાત્ર ?

ધવલ દોમડિયા ખૂબ જ જાણીતા યુટ્યુબર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ સાથે પણ કોલાબ્રેશન કરી ચૂક્યા છે. ધવલ કહે છે કે આવું જ રહેશે નામની ગુજરાતી ફિલ્મ માટે અમે ભેગા થયા હતા. તેમને મારા વીડિયોઝના કન્સેપ્ટ ગમ્યા અને મને અપ્રોચ કર્યો. અમે સાથે ઘણા વીડિયોઝ બનાવ્યા. પરંતુ સમયાંતરે બંને વચ્ચે ક્રિએટિવ મતભેદ હતા. જો કે ધવલ દોમડિયા પોતે પોતાનું સૌથી ફેમસ જિગલીનું પાત્ર કેમ છોડ્યું તે અંગે કોઈ ખુલાસો નથી કરી રહ્યા.

આ રીતે નક્કી થાય છે સબ્જેક્ટ

વીડિયોઝના સબ્જેક્ટ વિશે વાત કરતા ધવલ કહે છે કે એક વીડિયો ક્રિએટ કરીને પબ્લિશ કરવા પાછળ અમાર 2થી 3 દિવસ જાય છે. સ્ક્રીપ્ટ રેડી કરતા અડધો દિવસ, થાય, શૂટ કરતા એક દિવસ અને એડિંટિંગ કરતા અડધો દિવસ આમ 2-3 દિવસે એક વીડિયો તૈયાર થઈ જાય છે. સબ્જેક્ટ પસંદ કરવા માટે ખાસ કંઈ કરતા નથી. આપમા જીવનમાં કે ગુજરાતીઓના ઘરમાં જે બનતું હોય તે જ સબ્જેક્ટ લઈને મઠારીએ છીએ. અને બસ લોકોને ગમે છે. જો કે એક વીડિયો પાછળ અમારી ટીમના 6થી 7 લોકોની મહેનત હોય છે. ધવલ પોતાની યુટ્યુબ ચેનલ પર દર ત્રણ દિવસે એક વીડિયો અપલોડ કરે છે. ધવલની લોકપ્રિયતા એટલી છે કે યુટ્યુબ પણ તેમને ગોલ્ડન બટનથી નવાજી ચૂક્યુ છે.

ફિલ્મોમાં દેખાશે ધવલ

ધવલના ફેન્સ માટે સારી વાત એ છે કે ધવલ હવે યુટ્યુબથી આગળ વધીને ગુજરાતી ફિલ્મોમાં સક્રિય થવા જઈ રહ્યા છે. ધવલ કહે છે કે આગમી સમયમાં કેટલીક ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું પ્લાનિંગ છે. આવું જ રેશે બાદ ધવલ ગુજરાતી ફિલ્મોમાં લીડ રોલમાં ટૂંક સમયમાં દેખાવાના છે. જો કે આ માટે ધવલના ફેન્સે થોડી રાહ જોવી પડશે. આ ઉપરાંત ધવલ ગુજરાતી વેબસિરીઝ પર પણ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આ ગુજરાતી ગોરીના બોલ્ડ લૂક જોઈને ચોંકી જશો, જુઓ ફોટોઝ

નવા યુટ્યુબર માટે ટિપ્સ

આજકાલ યુટ્યુબનો જમાનો છે, અને ઘણાબધા યંગસ્ટરને યુટ્યુબથી ફૅમ મેળવવી છે. આવા યુવાનો માટે ધવલ કહે છે કે મેં ફેમસ થવા આ શરુ નહોતું કર્યું, શોખ હતો એટલે કર્યું હતું. આવક મેળવવા વીડિયોઝ નહોતા બનાવ્યા, ધીરે ધીરે ગ્રોથ થયો છે. જો તમારે પણ યુટ્યુબર બનવું હોય તો ફેમસ થવા માટે ન કરો, ખરેખર ક્રિએટિવ કન્ટેન્ટ આપશો તો વ્યુઅર્સ અને યુટ્યુબ બંને વેલકમ કરશે જ. ફેમસ થવા માટે ન કરો, ક્રિએટિવી હશે તો યુટ્યુબ વેલકમ કરશે જ. યુટ્યુબથી ઘર ચાલશે પણ ભોગ આપવો પડશે, મહેનત કરવી પડશે.

આ પણ વાંચોઃ ધવલ દોમડિયાઃમોડલ કરતા કમ નથી આ સૌથી સફળ ગુજરાતી યુટ્યુબર

પર્સનલ લાઈફની વાત કરતા ધવલ કહે છે કે અંગત રીતે હું મસ્તીખોર છું. મિત્રો સાથે મળીને ધબધબાટી કરવી ગમે છે. ક્યારેક કોઈની સળી કરવાની પણ મજા આવે છે. ફ્યુચર પ્લાનિંગ અંગે ધવલ કહે છે કે હાલ તો ઘરના લોકો લગ્નની વાત પણ કરે છે. કેવી છોકરી જોઈએ એના જવાબમાં ધવલ કહે છે કે મને સામાન્ય છોકરી જોઈએ છે. જે ઘરરખ્ખુ હોય. સાથે જ ફેન્સને પણ ધવલ કહે છે કે આ જ રીતે અમને આવકારતા રહો, અમે પણ તમને વધુ સારી કોમેડી આપવાનો ટ્રાય કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2019 01:20 PM IST | જૂનાગઢ | ભાવિન રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK