ધર્મેન્દ્ર-હેમામાલિની ફરી બન્યા નાના-નાની, આહનાએ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો

Published: 28th November, 2020 12:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દીકરીઓનું નામ એસ્ટ્રાયા તથા એડિયના રાખ્યું

આહના દેઓલ વોરા પતો વૈભવ વોરા સાથે
આહના દેઓલ વોરા પતો વૈભવ વોરા સાથે

ગઈકાલે સાંજે હિન્દુજા હોસ્પિટલ, ખાર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કહ્યું હતું કે, આહના દેઓલ વોરા (Ahana Deol Vora)એ ગુરુવારે જોડિયા છોકરીઓને જન્મ આપ્યો છે. આ સાથે જ 84 વર્ષીય ધમેન્દ્ર (Dharmendra) અને 72 વર્ષીય હેમા માલિની (Hema Malini) ફરી એકવાર નાના-નાની બન્યા છે. ત્યારબાદ શુક્રવાર 27 નવેમ્બરના રોજ આહનાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

ટ્વિન્સ દીકરીઓની માતા બનનાર આહના દેઓલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા કહ્યું હતું કે, 'અમે અમારી જોડિયા દીકરીઓ એસ્ટ્રાયા તથા એડિયાના આગમનના સમાચાર આપીને ઘણી જ ખુશી અનુભવી રહ્યાં છીએ. 26 નવેમ્બર, 2020. પ્રાઉડ પેરેન્ટ્સ આહના તથા વૈભવ. એક્સાઈડેટ બ્રધર ડેરિયન વોરા. દાદા-દાદી વિપિન-પુષ્પા વોરા, નાના-નાની ધર્મેન્દ્ર-હેમામાલિની બહુ જ ખુશ થયા.'

Instagram Story

આહનાએ 2014માં વૈભવ વોરા સાથે લગ્ન કર્યાં હતાં. વૈભવ દિલ્હી સ્થિત બિઝનેસમેન વિપિન વોરાનો દીકરો છે. વૈભવ પણ બિઝનેસમેન છે. આહના તથા વૈભવ 2015માં દીકરા ડેરિયનના પેરેન્ટ્સ બન્યાં હતાં. આહનાએ 2010માં રિલીઝ થયેલી રીતિક-ઐશ્વર્યાની ફિલ્મ 'ગુઝારિશ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરી હતી. આ સિવાય આહનાએ એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી.

આ પણ વાંચો: 14 વર્ષ બાદ હેમા માલિનીને મળ્યો આ ફોટો, જાણો શું છે ખાસ...

તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર તથા હેમાને બે દીકરીઓ છે. મોટી દીકરી એશા દેઓલ તથા નાની દીકરી આહના.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK