સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના

Published: 17th January, 2021 17:26 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અભિનવનું સમર્થન કરતા તેમના નિર્ણયનો સપૉર્ટ કર્યો છે. દેવોલીનાના આ ટ્વીટને કેટલાક ચાહકોએ રીટ્વીટ કરીને યોગ્ય જણાવ્યું તો કેટલાકે અયોગ્ય

દેવોલીના ભટ્ટાચાર્જી (તસવીર સૌજન્ય મિડ-ડે)
દેવોલીના ભટ્ટાચાર્જી (તસવીર સૌજન્ય મિડ-ડે)

બિગ બૉસ 14ના આ વીકેન્ડના વારમાં શૉના હૉસ્ટ સલમાન ખાન ખૂબ જ નારાજ જોવા મળ્યા. તેમણે શૉના કોન્ટેસ્ટન્ટ પર ખોટું કામ કરનારાનો સાથ આપવા અંગે ફટકાર્યા છે. તેમાંથી સલમાનની ફટકારમાં અભિનવ પણ સામેલ હતો. સલમાન ખાને રૂબીનાને સપૉર્ટ ન કરવા માટે અભિનવને ફટકાર્યા. તે જ ઘટનાને જોઇને બિગ બૉસ 13ની કોન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી દેવોલીનાએ ટ્વિટર પર સલમાન ખાનની વાતનો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે અભિનવનું સમર્થન કરતા તેમના નિર્ણયનો સપૉર્ટ કર્યો છે. દેવોલીનાના આ ટ્વીટને કેટલાક ચાહકોએ રીટ્વીટ કરીને યોગ્ય જણાવ્યું તો કેટલાકે અયોગ્ય.

દેવોલીનાએ કર્યું ટ્વીટ
દેવોલીનાએ ટ્વીટ કરીને લખ્યું, "હું સલમાન ખાન સર સાથે અસમર્થ છું અને અભિનવ શુક્લાને હક છે કે તે પોતાની વાત રજૂ કરી શકે. આ ફક્ત અને ફક્ત તેનો નિર્ણય હોવો જોઇએ કે તે કોનો સાથ આપવા માગે છે અને કોનો નહીં. આ સંપૂર્ણપણે તેના પર નિર્ભર રાખે છે કે, આમાં આખરે ખોટું શું છે અને સારું છે તો કરવા દો."

જાણો શું હતી આખી ઘટના
વીકએન્ડના વારમાં અભિનવને એક ચાહકે પૂછ્યું કે તે ક્યારેય કોઇનાથી બદલો કેમ નથી લેતો?, જેના પર સલમાન ખાને અભિનવને કહ્યું કે, "એવું લાગે છે કે તમને છોડી દેવાની આદત છે. અહીં સુધી કે તમારી પત્નીને જ્યારે સૌથી વધારે જરૂર હતી ઇમોશનલી, તમે ફક્ત તમારો પૉઇન્ટ ઑફ વ્યૂ રાખ્યો અને તેમને મધરસ્તે છોડી દીધા." સલમાન ખાને એ પણ કહ્યું, "અમે એ પણ જોઇએ છીએ કે તમે બીજા માટે રૂબીના સાથે લડો છો, પણ એકલા હોવ ત્યારે તમારું વલણ રૂબીના માટે યોગ્ય નથી. તમે એ જ ભૂલો ફરી કરી રહ્યા છો, જે રૂબીનાએ પહેલા કરી હતી, પણ જ્યારે તે તમને વસ્તુઓ સમજાવવાનો પ્રયત્ન કરે છે તો તમે રૂડલી વાત કરો છો."

અભિનવે આ વાત પર જવાબ આપ્યો છે કે, "હું પરફેક્ટ નથી સર. હું જેવો છું બિલકુલ આવો જ છું. ક્યારેક ક્યારેક મારા પોતીકાઓ સાથે રૂડલી વાત કરું છું." જેના પર સલમાન ખાને ગુસ્સો કરતા કહ્યું, "શું પોતીકાઓને દુઃખી કરવા યોગ્ય છે? જ્યારે મેં તમને પતિ બનવા કહ્યું હતું હું એ નહોતો ઇચ્છતો કે તમે બૉસી અને ડોમિનેટિંગ બનો. પણ એક સાથી બનો અને તેમની રક્ષા કરો." આ વાત પર રૂબીના પણ સહેમત થઈ હતી કે હા અભિનવ, રૂબીનાને હીન બતાવે છે. જેના પર અભિનવે હામી ભરી. સલમાન ખાને આ વાત ખતમ કરતા કહ્યું, "અભિનવ, રૂબીના તમારી પત્ની છે અને તમે નેશનલ ટીવી પર છો."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK