લગ્ન વિશે દીપિકા-રણવીરના પેરેન્ટ્સે કહ્યું-35 વર્ષ રોકાઓ ખબર પડી જશે...

Published: Jan 04, 2020, 19:57 IST | Mumbai Desk

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે કપલને તેના પેરેન્ટ્સે લગ્ન પર શું એડવાઇઝ આપી છે.

બોલીવુડના મોસ્ટ પૉપ્યુલર કપલમાં મોખરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની સુંદર બૉન્ડિંગ હંમેશાં ચર્ચામાં રહે છે. કપલ પણ પોતાના રિલેશનશિપ વિશે ખુલીને વાત કરવું પસંદ કરે છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ અપકમિંગ ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તે પર્સનલ લાઇફ વિશે વાત કરતી પણ દેખાઇ રહી છે. તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે કપલને તેના પેરેન્ટ્સે લગ્ન પર શું એડવાઇઝ આપી છે.

છપાકના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણને તેમના વૈવાહિક જીવન વિશે પૂછવામાં આવ્યું. તેનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું - હાલ તો આપણને આનંદ આવી રહ્યો છે. પણ જ્યારે હું પેરેન્ટ્સ કે પછી રણવીરના પેરેન્ટ્સ સાથે આ વિશે કહું છું તો તે હકહે છે 35 વર્ષ રોકાઓ બધું ખબર પડી જશે.

આગળ દીપિકાએ કહ્યું કે કદાચ તે 35 વર્ષ પછી તે ફિગર આઉટ કરી શકશે. અત્યારે તે આ વિશે નથી વિચારી રહ્યા અને લગ્ન જીવનનો આનંદ માણતાં રહે. જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે શું તે બન્ને વચ્ચે લડાઇ પણ થાય છે. આનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું કે તેમની લડાઇ નથી થતી. જેટલો પણ સમય અમારી પાસે બચે છે અમે સાથે વિતાવવાનું પસંદ કરીએ છીએ.

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

એકબીજા પ્રત્યે છે સન્માન
દીપિકાએ આગળ કહ્યું કે અમે જેવા પણ છીએ તેની માટે અમે એકબીજાનું સન્માન કરીએ છીએ. તે મને સારી રીતે સમજે છે અને હું તેમને. જ્યારે અમારો અને તેમનો દ્રષ્ટિકોણ ઘણી બાબતોમાં અલગ છે. હું મૉર્નિંગ પર્સન છું અને દિવસમાં જલ્દી ઉઠવું પસંદ કરું છું. હું ડિસિપ્લિનમાં રહેવાનું પસંદ કરું છું અને તેમનો સ્વભાવ ઘણો અલગ છે. પણ અમારા બન્નેનું સામંજસ્ય પણ શાનદાર છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK