'83'માં દીપિકાને નહોતું કરવું કામ, ફિલ્મ માટે આટલી લીધી ફી

મુંબઈ | Jun 13, 2019, 18:00 IST

બોલીવુડ એક્ટર રણવીરસિંહ અને દીપિકા પાદુકોણે રિયલ લાઈફ બાદ હવે રીલ લાઈફમાં પણ પતિ પત્ની બનવા જઈ રહ્યા છે. લગ્ન બાદ બંને પહેલી વખત ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે.

'83'માં દીપિકાને નહોતું કરવું કામ, ફિલ્મ માટે આટલી લીધી ફી

બોલીવુડ એક્ટર રણવીરસિંહ અને દીપિકા પાદુકોણે રિયલ લાઈફ બાદ હવે રીલ લાઈફમાં પણ પતિ પત્ની બનવા જઈ રહ્યા છે. લગ્ન બાદ બંને પહેલી વખત ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. રણવીરસિંહ અને દીપિકા પાદુકોણે અપકમિંગ ફિલ્મ 83માં સાથે દેખાશે. આ વાતની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે, કે ફિલ્મ 83માં દીપિકા રણવીરસિંહની પત્નીનું પાત્ર ભજવશે. જો કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે અંગેની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

 
 
 
View this post on Instagram

Story of my Life 😅 Real & Reel ! @deepikapadukone @83thefilm 🏏🎥🎞

A post shared by Ranveer Singh (@ranveersingh) onJun 11, 2019 at 9:55pm PDT

દીપિકાએ નકારી હતી ફિલ્મ

ચર્ચા એવી છે કે દીપિકા રણવીરસિંહ સાથે આ ફિલ્મ કરવા તૈયાર નહોતી. આ ફિલ્મ દીપિકા પાદુકોણેએ રિજેક્ટ કરી દીધી હતી. જો કે બાદમાં રણવીરસિંહે દીપિકાને મનાવી અને તેણે ફિલ્મ માટે હા પાડી દીધી. પરંતુ આ માટે દીપિકાએ મોં માંગી ફી લીધી છે. બોલીવુડમાં ચર્ચા છે કે દીપિકાએ 83માં કામ કરવા માટે 14 કરોડ રૂપિયાની ફી લીધી છે.

 
 
 
View this post on Instagram

Good times in Glasgow! 😂🤣😅 #83squad @83thefilm 🏏🎥🎞 @deepikapadukone @kabirkhankk

A post shared by Ranveer Singh (@ranveersingh) onJun 11, 2019 at 9:48pm PDT

માગી હતી મસમોટી ફી

દીપિકા પાદુકોણે હવે બોલીવુડની ટોચની એક્ટ્રેસ બની ચૂકી છે, ત્યારે તે આ ફિલ્મમાં નાનકડો અને સાઈડ રોલ કરવા તૈયાર નહોતી. પરંતુ રણવીરસિંહે તેને આ રોલ કરવા માટે મનાવી લીધી. પરંતુ દીપિકાના રોલ માટે માનવાનું કારણ છે તેને મળેલી ફી. દીપિકા પાદુકોણેએ આ ફિલ્મ માટે મસમોટી ફીઝ માગી હતી. બાદમાં તેને ડિમાન્ડ પ્રમાણેની ફીઝ આપવામાં આવી, ત્યારે દીપિકા આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઈ હતી.

આ પણ વાંચોઃ '83'ના સેટ પર દીપિકાએ રણવીરને ધીબેડી નાખ્યો, જુઓ વીડિયો

મળ્યા 14 કરોડ રૂપિયા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા પાદુકોણે આ ફિલ્મ માટે 14 કરોડ રૂપિયાની મસમોટી ફી વસુલી છે. તમેન જણાવી દઈએ કે રણવીરસિંહ અને દીપિકા પાદુકોણેની આ ફિલ્મ 83 10 એપ્રિલ 2020માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણવીરસિંહ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યા છે. દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનો રોલ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK