'83'ના પોસ્ટ-પ્રોડક્શનમાં દીપિકા નજર રાખી રહી હોવાની અફવા

Published: Jun 03, 2020, 19:00 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના શિબાસિસ સરકાર કોરોના પૉઝિટિવ હોવાથી તેની જગ્યાએ પ્રોડક્શનની કમાન દીપિકા સંભાળશે એવી ચર્ચા છે

છેલ્લા ઘણા દિવસથી એવી ચર્ચા ચાલી રહી છે કે રણવીર સિંહની ‘83’ના પોસ્ટ-પ્રોડક્શન પર દીપિકા પાદુકોણ નજર રાખી રહી છે. જોકે આ વાત માત્ર અફવા છે. કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને ફૅન્ટમ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના શિબાસિસ સરકાર કોરોના પૉઝિટિવ હોવાથી તેની જગ્યાએ પ્રોડક્શનની કમાન દીપિકા સંભાળશે એવી ચર્ચા છે. જોકે આ વિશે ફિલ્મની નજીકના સૂત્રએ કહ્યું હતું કે ‘કોરોના વાઇરસના સમયમાં આપણે જ્યારે એકબીજાના સારા સ્વાસ્થ્યની વાત કરવી જોઈએ ત્યારે આવા ખોટા સમચાર પણ પ્રસરી રહ્યા છે. દીપિકા પાદુકોણ ‘83’ના અન્ય પ્રોડ્યુસરની જેમ જ આ ફિલ્મમાં કામ કરી રહી છે. જોકે ફિલ્મમાં જ્યારે કબીર ખાન જેવા ડિરેક્ટર હોય તો પછી પોસ્ટ-પ્રોડક્શન માટે પ્રોડ્યુસરે દેખરેખ રાખવાની જરૂર નથી લાગતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK