Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabangg 3: શૂટિંગ થયું પૂરું વીડિયોમાં દેખાયા 2-2 સલમાન ખાન, જાણો ભેદ

Dabangg 3: શૂટિંગ થયું પૂરું વીડિયોમાં દેખાયા 2-2 સલમાન ખાન, જાણો ભેદ

07 October, 2019 01:53 PM IST | મુંબઈ ડેસ્ક

Dabangg 3: શૂટિંગ થયું પૂરું વીડિયોમાં દેખાયા 2-2 સલમાન ખાન, જાણો ભેદ

સલમાન ખાને શૅર કર્યો વીડિયો

સલમાન ખાને શૅર કર્યો વીડિયો


સલમાન ખાન સ્ટારર ફિલ્મ દબંગ 3નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. છેલ્લા દિવસે સલમાને શૂટિંગ પૂરું થવાની જાહેરાત કરતાં એક વીડિયો રેકૉર્ડ કર્યો. જેમાં સલમાન ખાન દબંગ 3ની આખી ટીમ સાથે દિવંગત અભિનેતા વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. વિનોદ ખન્નાએ દબંગ સીરીઝની પહેલી બે ફિલ્મોમાં તેના પિતા પ્રજાપતિ પાંડેનું પાત્ર ભજવ્યું હતું. 6 ઑક્ટોબર એટલે કે ગઇ કાલે વિનોદ ખન્નાની બર્થ એનિવર્સરી પણ હતી. 27 એપ્રિલ 2017ના રોજ વિનોદ ખન્નાનું મૃત્યું થયું હતું, જેના પછી દબંગ મેકર્સે વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્નાને સલમાન ખાનના પિતાનું પાત્ર આપ્યું હતું.




સાથે જ વીડિયોમાં વધુ એક ખાસ વાત એ છે જે આ વાયરલ ક્લિપને ખૂબ જ ધ્યાનથી જોયા પછી જ દેખાય છે. વીડિયોમાં એક નહીં પણ બે સલમાન ખાન છે. 54 સેકેન્ડ્સના આ વીડિયોને જોયા પછી આ બાબત તમને સમજાશે. સલમાન ખાને પોતાનો આ વીડિયો બધાં જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો છે. હકીકતે આ વીડિયો ક્લિપમાં સલમાન ખાન સાથે તેના ડુપ્લીકેટ એટલે કે બૉડી ડબલ પણ છે. જો તમે તેને આ ક્લિપમાં શોધી નથી શકતાં તો અમે તમારી મદદ કરીએ. બૉડી ડબલ સલમાન ખાન સાથે જમણી બાજુ આગળ તરફ ઊભેલો છે. સલમાન ખાનનો હાથ તેના બૉડી ડબલના ખભા પર છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...


દર્શકો રાહ જોઈ રહ્યા છે ચુલબુલ પાંડેની
દબંગમાં સલમાને પોલીસ ઑફિસર ચુલબુલ પાંડેનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. દબંગની પહેલી બન્ને ફિલ્મોમાં સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન અને માહી ગિલ પણ જોવા મળ્યા છે. દબંગ 3માં સાઉથ સુપરસ્ટાર સુદીપ વિલનનું પાત્ર ભજવશે તો મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર બોલીવુડમાં ડેબ્યૂ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 01:53 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK