દબંગ 3માં આ એક્ટર ભજવશે સલમાન ખાનના પિતાની ભૂમિકા

Published: Jun 12, 2019, 20:28 IST | મુંબઈ

સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર જબરજસ્ત હિટ રહી છે. આ વખતે પણ ફેન્સે ભારતને અઢળક કમાણી કરાવી સલમાન ખાનને ઈદી આપી છે.

સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર જબરજસ્ત હિટ રહી છે. આ વખતે પણ ફેન્સે ભારતને અઢળક કમાણી કરાવી સલમાન ખાનને ઈદી આપી છે. આ સાથે જ સલમાન ખાનની આગામી ઈદ પર આવનારી ફિલ્મની પણ જાહેરાત થઈ ચૂકી છે. 2020માં ઈદ પર સલમાન ખાનની ફિલ્મ ઈન્શાહ અલ્લાહ રજૂ થશે. આ ફિલ્મમાં સલમાન ખાનની સામે લીડ રોલમાં આલિયા ભટ્ટ દેખાશે.

 
 
 
View this post on Instagram

Father + son... #bharat #promotions

A post shared by Salman Khan (@beingsalmankhan) onMay 31, 2019 at 7:12am PDT

ધર્મેન્દ્ર ભજવી શકે છે ભૂમિકા

જો કે ઈન્શાહ અલ્લાહ પહેલા સલમાન ખાનની દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મ રજૂ થવાની છે. આ ઉપરાંત સલમાન ટાઈગર સિરીઝની ત્રીજી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જો કે હાલતમાં જ દબંગ થ્રીને લઈ એક સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનની દબંગ થ્રીમાં સલમાનના પિતાનો રોલ ધર્મેન્દ્ર કરી શકે છે. બોલીવુડના હીમેન દબંગ થ્રીમાં સલમાન ખાનના પિતાનું પાત્ર ભજવતા દેખાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દબંગ સિરીઝની પહેલી બંને ફિલ્મોમાં વિનોદ ખન્નાએ સલમાનના પિતાનો રોલ કર્યો હતો. જો કે વિનોદ ખન્નાના નિધન બાદ તેમનું સ્થાન ધર્મેન્દ્ર લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાએ વોન્ટેડમાં પણ સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ સલમાન ખાને બદલી અક્ષય કુમારની ફિલ્મ 'સુર્યવંશી'ની તારીખ

પ્રભુદેવા કરી રહ્યા છે ડિરેક્ટ

ત્યારે હવે દબંગ સિરીઝમાં ધર્મેન્દ્રની એન્ટ્રી થઈ શકે છે. જો કે હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ધર્મેન્દ્ર કે અરબાઝ ખાન કોઈએ આ મામલે મગનું નામ મરી નથી પાડ્યું. દબંગ થ્રીને બોલીવુડના માઈકલ જેક્સન તરીકે ઓળખાતા ડાન્સર પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે. ત્યારે ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે વિનોદ ખન્નાના બદલે ધર્મેન્દ્ર આ રોલ માટે પર્ફેક્ટ ચોઈસ છે. જો કે આ વાત કેટલી સાચી છે તે તો સમય આવ્યે જ ખબર પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK