કોકોનટ થિયેટરે આ વિશ્વવ્યાપી લોકડાઉન દરમિયાન એક મહત્વાકાંક્ષી અને પડકારરૂપ પ્રોજેક્ટ સ્વીકાર્યો છે. - “ચાઇ-વાઇ અને રંગમંચ – 2020”. આ પ્રોજેક્ટ અંતર્ગત તેમના ઓફિશ્યલ કોકોનટ થિયેટર ફેસબુક પેજ પર સાંજે 6 વાગ્યે ભારત અને અન્ય દેશોના થિયેટર નિષ્ણાતો સાથે ઓન લાઈન સેશન યોજવામાં આવે છે. આ એક્સપર્ટ્સમાં અનુભવી અભિનેતા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નાટ્યકાર, દિગ્દર્શક, મેકઅપ નિષ્ણાત, સંગીતકાર, ડિઝાઇનર, કોરિયોગ્રાફર અને ટેકનિશિયન તેના અનુભવો શેર કરે છે, તેમજ તેની અંગત જીવન પ્રેરણા જે કોઈ પણ મહત્વાકાંક્ષી થિયેટર વિદ્યાર્થી, કલાપ્રેમી થિયેટર કલાકાર, લેખક, દિગ્દર્શક, સંગીતકાર, કોરિઓગ્રાફર, મેકઅપ કલાકાર, ડિઝાઇનર, ટેકનિશિયન, થિયેટર જૂથ અને સમગ્ર થિયેટર બિરાદરી માટે ઉપયોગી થઈ શકે છે. આ સેશન્સ દરેક માટે ઉપલબ્ધ છે અને આ માટે કોઇ રજિસ્ટ્રેશનની જરૂર નથી. “ચાઇ-વાઇ અને રંગમંચ – 2020” એ ઓન લાઈન સેશન દ્વારા એક ઉત્કૃષ્ટ બેંચમાર્ક બનાવ્યો છે. થિયેટરના પ્રેક્ષકોને મનોરંજન પુરું પાડતાં આ રોજનાં સેશન્સનાં દર્શકો પણ વધતા રહે છે. ટાઇમ ઝોનમાં ફેર હોવા છતાં લોકો આ સેશન્સમા જોડાય છે. આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સે પણ આ સેશન્સમાં પોતાનું યોગદાન આપવા સામેથી તૈયાર દર્શાવી હતી. કોકોનટ મીડિયા બૉક્સનાં મેનેજિંગ ડાયરેક્ટર રશ્મિન મજીઠીયાએ જણાવ્યું કે, “અલગ અલગ વય જુથનાં એક્સપર્ટ્સે પોતે આ સેશન્સ કરવા તૈયાર છે તેમ જણાવ્યું. આ સેશન્સનો પ્રતિસાદ બહુ સારો રહ્યો છે અને હજી ઘણાં લોકો આ સેશન્સ સાથે જોડાઇ રહ્યા છે”
અત્યાર સુધીમાં મનોજ જોશી, નિલમ માનસિંહ, ડોલી અહલુવાલિયા, અંજના પુરી, નાદિરા બબ્બર, રોહિણી હટ્ટંગડી તથા હિમાની પુરી વગેરેનાં સેશન્સ થયાં છે. આ ઉપરાંત આ સેશન્સમાં એક્સપર્ટ સહભાગીઓમાં મકરંદ દેશપાંડે, મહેશ દત્તાણી, કે.કે. રૈના, લિલેટ દુબે, રાકેશ બેદી, અનંત મહાદેવન, રઘુબીર યાદવ, લુબ્ના સલીમ, સિદ્ધાર્થ રાંદેરિયા, રાજુ બારોટ, દર્શન જરીવાલા, ઇલા અરૂણ, અંજન વાસ્તવ, સંજય ગોરડિયા, ધર્મેશ મેહતા, સલીમ આરિફ, સૈફ હૈદર હસન, આસિફ અલી બેગ, ટીકુ તલસાનીયા, જયતી ભાટિયા, નીના કુલકર્ણી, સુચિત્રા પિલ્લઇ, વિપુલ મહેતા, જીમિત ત્રિવેદી, રમેશ તલવાર, ચંદ્રકાંત કુલકર્ણી સહિત અન્ય ઘણા થિયેટર નિષ્ણાતોનો સમાવેશ થાય છે. વળી માત્ર ભારતીય નહીં પણ વિદેશનાં એક્સપર્ટ્સ પણ આ પ્લેટફોર્મ પર જોડાઇ પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના લેખક-ડિરેક્ટર ડેવિડ વુડ્સ, આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન ડિઝાઇનર નીલ પટેલ , મેગન ફર્નિસ – દક્ષિણ આફ્રિકાના નાટ્ય લેખક , અભિનેતા-દિગ્દર્શક ગ્લેન હેડન ઓસ્ટ્રેલિયા સહિત અન્ય વિદેશી એક્સપર્ટ્સ પણ આ સેશન્સનો હિસ્સો છે.
આંતરરાષ્ટ્રીય સેશન પછી તરત જ ભારતીય થિયેટર નિષ્ણાતનું લાઇન અપ 1લી જુલાઈ થી તૈયાર કરાયું. જેમાં થિયેટરના નિષ્ણાત, એમ.એસ. સથ્યુ , થિયેટર અને બોલિવૂડ અભિનેત્રી સોનાલી કુલકર્ણી, થિયેટર અને બોલિવૂડના એક્ટર રાજપાલ યાદવ, આદિલ હુસેન અને રજત કપૂર, સંગીત દિગ્દર્શક કુલદીપ સિંહ, જાણીતા લેખકો રણજિત કપૂર અને સૌમ્ય જોશી, એક્ટર સુમિત રાઘવન, વામન કેંદ્રે (ભૂતપૂર્વ નિર્દેશક - નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા), પરવેઝ અખ્તર, પલ્લવી એમ ડી, અપરા મેહતા અને ભારતી આચરેકર નો સમાવેશ થાય છે.રશ્મિન મજીઠીયાને મતે, “ભારતીય થીએટર ઉદ્યોગને ટેકો અન્ય માધ્યમો કરતાં ઓછો છે પણ આ સેશન્સને કારણે લોકોનો રસ પણ વધુ કેળવાયો છે જે ખરેખર પ્રશંસનીય છે.અમારો ઉદ્દેશ સમગ્ર થિયેટર બિરાદરી એક માધ્યમથી રાષ્ટ્રીય અને વૈશ્વિકરૂપે જોડી રાખવાનો કરવાનો છે. અમે 31 જુલાઈ 2020 પહેલાં 100 સેશનસ પુરા કરવા માગીએ છીએ. આ સિરીઝ જલદી જ કોકોનટ થિયેટર ની યુટ્યુબ ચેનલ પર વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.”
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST