શૉર્ટ ફિલ્મ ધોનુમાં જોવા મળશે ચંકી પાન્ડે

Published: Oct 30, 2019, 12:37 IST | મુંબઈ

ચંકી પાન્ડે શૉર્ટ ફિલ્મ ‘ધોનુ’માં કામ કરવાનો છે. દીપક રંજન પાન્ડા આ ફિલ્મને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરશે.

ચંકી પાન્ડે
ચંકી પાન્ડે

ચંકી પાન્ડે શૉર્ટ ફિલ્મ ‘ધોનુ’માં કામ કરવાનો છે. દીપક રંજન પાન્ડા આ ફિલ્મને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરશે. મુંબઈમાં પોતાનાં સપના કેવી રીતે સાકાર કરવા અને પોતાનાં પર ભરોસો રાખવો એનાં પર આ ફિલ્મની સ્ટોરી આધારિત છે. આ ફિલ્મમાં ‘બદમાશ કંપની’માં જોવા મળેલો મિયાંગ ચૅન્ગ અને અંશુમન ઝા પણ જોવા મળશે. ફિલ્મને લઈને ચંકી પાન્ડેએ કહ્યું હતું કે ‘હું પહેલી વાર દીપક સાથે કામ કરી રહ્યો છું. તેણે જ્યારે આ પ્રોજેક્ટ વિશે મારી સાથે ચર્ચા કરી તો મેં થોડો વિચાર કર્યો હતો.

આ પણ વાંચો : બાલવીર રિટર્ન્સની તિમ્નાસા પવિત્રા પુનિયાને થયો ડેન્ગી

થોડા નરેશન્સ બાદ મેં અનુભવ્યુ કે મારે આ ફિલ્મ કરવી છે. આ ફિલ્મ અગત્યની છે. આ પ્રકારની ફિલ્મો ભાગ્યે જ બને છે એથી આ તક હું હાથમાંથી જવા દેવા નહોતો માગતો. મને પૂરી ખાતરી છે કે આ ફિલ્મ લોકો પર સારી છાપ છોડશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK