કોરિયોગ્રાફર પુનિત પાઠકે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી, જુઓ તસવીરો

Published: 27th August, 2020 12:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરિયોગ્રાફર ગીતા કપૂર, રેમો ડીસુઝા, ટેરેન્સ લુઈસ સહિતના સેલેબ્સે અભિનંદન આપ્યા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

સેલિબ્રેશન સમયની રાહ નથી જોતા. લૉકડાઉન દરમિયાન અનેક સેલેબ્ઝ ઘરમાં જ સારા પ્રસંગોની ઉજવણી કરી છે. આ લૉકડાઉનમાં જ અનેક સેલેબ્ઝ લગ્નના બંધનમાં જોડાયા છે અથવા તો સગાઈ કરી છે. હવે આ યાદીમાં વધુ એક સેલેબ્ઝનું નામ જોડાઈ ગયું છે. 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' રિયાલીટી શોથી કારકિર્દીની શરૂઆત કરનાર કોરિયોગ્રાફર પુનિત પાઠક (Punit Pathak)એ ગર્લફ્રેન્ડ નિધિ મૂની સિંહ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની ખુશખબરી કોરિયોગ્રાફરે સોશ્યલ મીડિયા પર તસવીરો શૅર કરીને આપી છે.

પુનિત પાઠક ઘણા લાંબા સમયથી નિધિ મૂની સિંહને ડેટ કરી રહ્યાં હતાં. બન્નેએ પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી છે. પુનિત પાઠકે સોશ્યલ મીડિયા પર સગાઈની તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, 'હંમેશાની શરૂઆત કરવા માટે.'

 
 
 
View this post on Instagram

To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #engaged

A post shared by Punit J Pathak (@punitjpathakofficial) onAug 26, 2020 at 6:30am PDT

તસવીરો પરથી કહી શકાય છે કે, પુનિત અને નિધિની જોડી બહુ જ સુંદર લાગે છે. બન્નેના ચહેરા પરનું સ્મિત કહી આપે છે કે તેઓ કેટલાં ખુશ છે. સગાઈમાં નિધિએ પીળા અને લાલ રંગનું એથનિક આઉટફિટ પહેર્યું છે. જ્યારે પુનિત ફ્લોરલ પ્રિન્ટના ઈન્ડિયન વેરમાં દેખાય છે.

 
 
 
View this post on Instagram

To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . , PC: @tanmayechaudhary . . #engaged

A post shared by Punit J Pathak (@punitjpathakofficial) onAug 26, 2020 at 6:31am PDT

આ પોસ્ટ પછી કોરિયોગ્રાફર ગીતા કપૂર, રેમો ડીસુઝા, ટેરેન્સ લુઈસ સહિતના સેલેબ્સ પુનિત પાઠકને શુભેચ્છા આપી રહ્યાં છે. ટેરેન્સ લુઈએ લખ્યું છે કે, 'તમારા બન્ને માટે બહુ જ ખુશ છું. શુભેચ્છાઓ પુનિત, ખુશ રહો.' જ્યારે ગીતા કપૂર લખ્યું હતું કે, 'શુભેચ્છાઓ મારા પ્રિય.' તો રેમો ડિસુઝાએ લખ્યું હતું કે, 'અભિનંદન.' સેલેબ્ઝની સાથે સાથે ફૅન્સ પણ કોરિયોગ્રાફરને શુભેચ્છા આપી રહ્યાં છે.

 
 
 
View this post on Instagram

To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #ENGAGED

A post shared by Punit J Pathak (@punitjpathakofficial) onAug 26, 2020 at 6:32am PDT

તમને જણાવીદઈએ કે, પુનિત પાઠકે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' રિયાલીટી શોથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સેકેન્ડ રનર અપ રહ્યો હતો. ત્યારબાદ ડાન્સ રિયાલીટી શો 'ઝલક દિખલા જા'માં કોરિયોગ્રાફર તરીકે ભાગ લીધો હતો. તે સિવાય 'ડાન્સ પ્લસ' અને 'ડાન્સ ચેમ્પિયન્સ'માં પણ પુનિત દેખાયો હતો. પરંતુ પુનિતને લોકપ્રિયતા 'ખતરો કે ખિલાડી'ની સિઝન 9થી મળી હતી. ઉપરાંત તે ડાન્સ આધારિત ફિલ્મો 'એબીસીડી: એની બડી કૅન ડાન્સ', 'એબીસીડી 2', 'સ્ટ્રીટ ડાન્સર થ્રીડી' અને 'નવાબઝાદે'માં પણ જોવા મળ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK