બોની કપૂરના ઘરમાં કામ કરનાર માણસ નીકળ્યો કોરોના પૉઝિટિવ

Published: 20th May, 2020 19:40 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

કર્મચારી ઘણા દિવસથી બીમાર હતો અને તે હવે કોરોના પૉઝિટિવ નીકળ્યો

બોની કપૂરના ઘરમાં કામ કરનારો કર્મચારી ઘણા દિવસથી બીમાર હતો અને તે હવે કોરોના પૉઝિટિવ નીકળ્યો છે. બીએમસીએ તેને ક્વૉરન્ટીન સેન્ટરમાં લઈ જવા માટે પ્રોસેસ શરૂ કરી દીધી છે. આ વિશે બોની કપૂરે કહ્યું હતું કે ‘હું, મારાં બાળકો અને મારા ઘરનો અન્ય સ્ટાફ એકદમ સારા છીએ અને કોઈને કોરોનાનાં લક્ષ્ણ નથી દેખાઈ રહ્યાં. લૉકડાઉન શરૂ થયું ત્યારથી અમે અમારા ઘરમાંથી બહાર પણ નથી નીકળ્યાં. અમે મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીના આભારી છીએ કે તેમણે તરત જ આ અંગે કાર્યવાહી હાથ ધરી. અમને બીએમસી દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે એને અમે ફૉલો કરીશું. અમને આશા છે કે ચરણ ખૂબ જ જલદી સાજો થઈને ફરી અમારા ઘરે આવશે.’

લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલા ગ્રીન એકર્સ ઘરમાં 23 વર્ષનો ચરણ સાહુ ડોમેસ્ટિક હેલ્પર તરીકે કામ કરે છે. શનિવારની સાંજથી તે બીમાર હતો અને એથી જ બોની કપૂરે તેને ટેસ્ટ માટે મોકલ્યો હતો અને ત્યાર બાદ આઇસોલેશનમાં રાખ્યો હતો. ટેસ્ટમાં પૉઝિટિવ આવતાં બીએમસીએ સોસાયટીને જાણ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK