સાઉથ ઇન્ડિયન ભાષાઓમાં બધાઈ હોની રીમેક બનાવશે બોની કપૂર
બોની કપૂર
આયુષ્માન ખુરાનાની ‘બધાઈ હો’ને હવે સાઉથ ઇન્ડિયન ભાષામાં રીમેક કરવામાં આવશે. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા અને ગજરાજ રાવે કામ કર્યું હતું. આ ફિલ્મને બોની કપૂર તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રીમેક કરવામાં આવશે. આ વિશે બોની કપૂરે કહ્યું હતું કે ‘મેં મારા પ્રોડક્શન-હાઉસ હેઠળ સાઉથ ઇન્ડિયન તમામ ભાષા માટેના રાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મની રીમેક હું એટલા માટે બનાવવા માગું છું, કારણ કે આ ફિલ્મ માસ અને ક્લાસ બન્નેને પસંદ આવી હતી.’
આ પણ વાંચો : રૉર ઑફ ધ લાયનમાં દર્શકો ધોનીની ઇમોશનલ બાજુને જોઈ શકશે : કબીર
ADVERTISEMENT
બોની કપૂર ‘પિંક’ની પણ રીમેક બનાવી રહ્યા છે. આ વિશે વધુ જણાવતાં બોની કપૂરે કહ્યું હતું કે ‘પહેલાં હું સાઉથ ઇન્ડિયન ફિલ્મના રાઇટ્સ હિન્દી ફિલ્મ બનાવવા માટે લેતો હતો. જોકે મારી પ્રોસેસ હવે રિવર્સ થઈ ગઈ છે.’