રૉર ઑફ ધ લાયનમાં દર્શકો ધોનીની ઇમોશનલ બાજુને જોઈ શકશે : કબીર

Published: Mar 20, 2019, 09:26 IST | હર્ષ દેસાઈ

તેનું કહેવું છે કે ચેન્નઈ સુપર કિંગ્સનું નામ મૅચ-ફિક્સિંગમાં આવ્યું હતું એની અસર તેના પર ઇમોશનલી કેવી પડી હતી એ આ શોમાં જોવા મળશે

કબીર ખાન ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી એક હોટેલમાં ડૉક્યુ-ડ્રામા વેબ-શો ‘રૉર ઑફ ધ લાયન’ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. આ શોને તેણે પ્રોડ્યુસ પણ કર્યો છે. તસવીર : શાદાબ ખાન
કબીર ખાન ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી એક હોટેલમાં ડૉક્યુ-ડ્રામા વેબ-શો ‘રૉર ઑફ ધ લાયન’ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. આ શોને તેણે પ્રોડ્યુસ પણ કર્યો છે. તસવીર : શાદાબ ખાન

કબીર ખાનનું કહેવું છે કે ‘રૉર ઑફ ધ લાયન’માં દર્શકો મહેન્દ્ર સિંહ ધોનીને એક અલગ જ અવતારમાં જોશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ હૉટસ્ટારનો વેબ-શો હૉટસ્ટાર સ્પેશ્યલ ‘રૉર ઑફ ધ લાયન’માં મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરવામાં આવી છે. ધોનીની બાયોપિક ‘એમ. એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેની લાઇફથી લઈને વર્લ્ડ કપ સુધીની વાત કહેવામાં આવી છે. જોકે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનું નામ સ્પૉટ ફિક્સિંગ અને મૅચ-ફિક્સિંગમાં આવતાં એને બે વર્ષ માટે બૅન કરવામાં આવી હતી. આ કન્ટ્રોવર્સીમાં ધોનીનું નામ પણ આવ્યું હતું. આ પરિસ્થિતિમાં તેના પર શું વીતી હતી અને તેણે શું સહન કર્યું હતું એ ‘રૉર ઑફ ધ લાયન’માં દેખાડવામાં આવ્યું છે. આ શોને આજે હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. જોકે એનું સ્ક્રીનિંગ ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી એક હોટેલમાં કરવામાં આવ્યું હતું. આ શોમાં હ્યુમન સ્ટોરી અને ઇમોશન્સની વાત કરવામાં આવી છે. ધોની સાથે પસાર કરેલી કોઈ ઇમોશનલ મોમેન્ટ વિશે પૂછતાં ‘મિડ-ડે’ને કબીર ખાને કહ્યું હતું કે ‘એવી ઘણી ક્ષણ છે અને એ તમને આ શોમાં પણ જોવા મળશે. મેં ધોની સાથે સાત-આઠ કલાકના ઘણા ઇન્ટરવ્યુ કર્યા છે. આ ઇન્ટરવ્યુ દરમ્યાન મને તેના વિશે ઘણી વાતો જાણવા મળી હતી કે તે કઈ મોમેન્ટમાં ઇમોશનલ થઈ જાય છે, તે કઈ બાબત માટે ખૂબ જ સ્ટ્રૉન્ગ ફીલ કરે છે. આપણે બધા તેને કૅપ્ટન કૂલ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ શોમાં તેની ઇમોશનલ મુસાફરી જોવા મળશે. ઘણી વાર આપણે હેડલાઇન વાંચીને એવું વિચારીએ છીએ કે ધોની આટલો પાવરફુલ છે, તેને આવા ન્યુઝથી શું ફરક પડતો હશે? પરંતુ તે પણ એક સામાન્ય વ્યક્તિ છે.

આ પણ વાંચો : અનસંગ હીરોઝ પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલુ જ રહેવો જોઈએ : જૅકી શ્રોફ

આ તમામ વાતોની અસર તેના પર કેવી થઈ હતી એ અમે આ શોમાં દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK