Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅન્સરને કારણે પ્રોડ્યુસર હરીશ શાહનું થયું નિધન

કૅન્સરને કારણે પ્રોડ્યુસર હરીશ શાહનું થયું નિધન

08 July, 2020 01:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅન્સરને કારણે પ્રોડ્યુસર હરીશ શાહનું થયું નિધન

હરીશ શાહ

હરીશ શાહ


બૉલીવુડના પ્રોડ્યુસર અને ડિરેક્ટર હરીશ શાહનું સોમવારે વહેલી સવાર છ વાગ્યે મૃત્યુ થયું હતું. ૭૬ વર્ષના હરીશ શાહ લાંબા સમયથી કૅન્સરની બીમારી હતી. તેમણે તેમના ઘરમાં જ અંતિમ વિદાય લીધી હતી. તેમણે ‘દિલ ઔર મોહબ્બત’, ‘કાલા સોના’, રાજેશ ખન્ના અને તનુજાની ‘મેરે જીવનસાથી’, ‘રામ તેરે કિતને નામ’, ‘હોટેલ’ અને ‘જાલ - ધ ટ્રૅપ’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી. તેમ જ ‘ધન દૌલત’, ‘ઝલઝલા’ અને ‘અબ ઇન્સાફ હોગા’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરી હતી. તેમણે રાજેશ ખન્ના, તનુજા, ફિરોઝ ખાન, મુમતાઝ, ધર્મેન્દ્ર, રિશી કપૂર, શત્રુઘ્ન સિંહા, મિથુન ચક્રવર્તી અને સની દેઓલ જેવા ઘણા જાણીતા ઍક્ટર્સ સાથે કામ કર્યું હતું. હરીશ શાહના ભાઈ વિનોદ શાહે કહ્યું હતું કે તેઓ છેલ્લાં દસ વર્ષથી ગળાના કૅન્સરથી પીડાતા હતા. હરીશ શાહે કૅન્સર પર શૉર્ટ ફિલ્મ ‘વાય મી?’ને પ્રોડ્યુસ કરી હતી જેને પ્રેસિડન્ટ અવૉર્ડ મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 01:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK