રિયા ચક્રવર્તીએ SCને કહ્યું, મને ખોટી રીતે ફસાવાઇ રહી છે, અમે Live-inમાં હતા

Updated: Jul 31, 2020, 13:26 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સુશાંતના મૃત્યુ બાદ રિયા બહુ જ આઘાતમાં હતી તથા જે રીતે તેને મારી નાખવાની તથા બળાત્કારની ધમકીઓ મળી હતી તેને પગલે તે વધુ કપરી પરિસ્થિતમાં મુકાઇ છે

પિટીશનમાં જણાવ્યા અનુસાર તે એક્ટર સાથે લિવ ઇન રિલેશનશીપમાં હતી.
પિટીશનમાં જણાવ્યા અનુસાર તે એક્ટર સાથે લિવ ઇન રિલેશનશીપમાં હતી.

સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) કથિત આત્મહત્યાના કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) સુપ્રિમ કોર્ટને પિટીશન કરી પોતાની નિર્દોષતા પુરવાર કરવાની વાત કરી છે. તેનું કહેવું છે કે તેને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવે છે. પિટિશનમાં જણાવ્યા અનુસાર તે એક્ટર સાથે લિવ ઇન રિલેશનશીપમાં હતી. તેણે કહ્યું છે કે અધુરું ઇનવેસ્ટિગેશન કે એક તરફી ઇનવેસ્ટીગેશન ન હોઇ શકે અને માટે તેણે બિહારમાં થયેલી FIR મુંબઇ ટ્રાન્સફર કરાય તેવી માગ કરી.

”બિહારમાં જો ઇન્વેસ્ટીગેશન થશે તો તે કોઇપણ પુર્વગ્રહ વગર નહીં થાય અને માટે જ રિયા ઇચ્છા છે કે આ તપાસ મુંબઇ શિફ્ટ કરાય.” આ વાત પિટીશનમાં કરાઇ છે જે સુશાંતના પિતાએ પટનામાં રિયા વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરી તે પછી કરવામાં આવ્યું. સુશાંતના પિતાએ રિયાને અનેક કલમો હેઠળ ગુનેગાર ઠેરવી છે. બિહાર સરકાર અને સુશાંતના કુટુંબે સુપ્રિમ કોર્ટ સામે કેવિએટ્સ દાખલ કરી છે અને રિયા ચક્રવર્તીનાં પિટીશનને પડકાર્યું છે.

પિટીશનમાં લખ્યું છે કે, “ફરિયાદને બિહારથી મુંબઇ ટ્રાન્સફર કરાશે તો તે ફાયદાકારક હશે.” પિટીશનમાં પણ સુશાંત ડિપ્રેશનમાં હોવાની વાત કરાઇ છે તથા તે એન્ટિ ડિપ્રેસન્ટ મેડિકેશન લઇ રહ્યો હોવાની વાત પણ કરાઇ છે. સુશાંતે 14 જૂને પોતાના બાંન્દ્રા સ્થિત ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની વાત પણ અહીં નોંધાઇ છે.

સુશાંતના મૃત્યુ બાદ રિયા બહુ જ આઘાતમાં હતી પણ જે રીતે મિડીયા આ કેસને લઇને સંવેદનશીલ છે તથા જે રીતે તેને મારી નાખવાની તથા બળાત્કારની ધમકીઓ મળી હતી તેને પગલે તે વધુ કપરી પરિસ્થિતમાં મુકાઇ છે. એક્ટરે કહ્યું કે તેણે પોતાને મળેલી ધમકીઓના બદલામાં મુંબઇ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પહેલા રિયાએ સુશાંત કેસમાં CBIની તપાસ થાય તેવી માગણી કરી હતી. સુપ્રિમ કોર્ટે ગુરુવારે સવારે અલ્કા પ્રિયાની પિટીશન જેમાં કેસને CBI ટ્રાનફરક રાવની માંગ છે તેને રદ કરી છે.

મુંબઇ પોલીસના મતે 41 જણાનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા છે જેમાં મહેશ ભટ્ટ, રાજીવ મસંદ, સંજય લીલા ભણસાળી તથા આદિત્ય ચોપરા વગેરેનો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK