Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવા હુકમ મુજબ એક્ટર્સ હવે કરશે જાતે મેકઅપ, સેટ પર હાજર રહેશે ડૉક્ટર

નવા હુકમ મુજબ એક્ટર્સ હવે કરશે જાતે મેકઅપ, સેટ પર હાજર રહેશે ડૉક્ટર

05 May, 2020 03:24 PM IST | Mumbai
Upala KBR | feedbackgmd@mid-day.com

નવા હુકમ મુજબ એક્ટર્સ હવે કરશે જાતે મેકઅપ, સેટ પર હાજર રહેશે ડૉક્ટર

મૈદાન અને ગંગુબાઇ કાઠિયાવાડી બંન્ને ફિલ્મોનાં શૂટિંગ ખોરંભાયા છે.

મૈદાન અને ગંગુબાઇ કાઠિયાવાડી બંન્ને ફિલ્મોનાં શૂટિંગ ખોરંભાયા છે.


હજી તો માર્ચ મહીનો ચાલુ હતો ત્યાં અધવચ્ચેથી ભલભલી ફિલ્મોનું શૂટિંગ ખોરંભાઇ ગયું.લૉકડાઉનની મુદત લાંબી થતી ગઇ અને હવે ફરી બૉલીવુડનું કામકાજ ક્યારે શરૂ થશે તેની ચર્ચાઓ પણ લંબાઇ ગઇ.સંજય લીલા ભાણસાળીએ ગંગુબાઇ કાઠિયાવાડીનો સેટ તોડાવાનો વિચાર કર્યો હોવાના સમાચારો પણ ઝળક્યા હતા.ભલે લૉકડાઉન ચાલુ હોય પણ સિનેમા સંસ્થાઓ શૂટિંગ જ્યારે પણ શરૂ થાય ત્યારે સરળતાથી ચાલુ થાય તેની તજવીજ કરવામાં વ્યસ્ત છે.વળી કાસ્ટ અને ક્રુએ કયા નિયમો અનુસરવા જેવી ચર્ચાઓ અને હુકમો પણ તૈયાર થવા માંડ્યા છે.દરેકનાં સ્વાસ્થ્ય માટે આ અનિવાર્ય નિર્ણયો છે અને સિનેમા સંસ્થાઓ કોઇપણ જોખમ લેવા ન માગતી હોય તે સ્વાભાવિક છે.

સિનેમા અને ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) અને ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયઝ (FWICE) દ્વારા એક વર્ચ્યુઅલ મીટિંગમાં આ માર્ગદર્શિકાઓ અંગે ચર્ચા થઇ હતી.મીટિંગ પહેલા સિન્ટાનાં પ્રેસિડન્ડ અમિત બહેલે મિડ-ડેને જણાવ્યું કે,”ટેલિવિઝન, ફિલ્મો સહિત બધા જ ભાગીદારીઓ જેમ કે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ, ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન એન્ડ વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશને સાથે મળીને કામકાજનાં ધારા-ધોરણ નક્કી કરવા પડશે.એક વાર એ નક્કી થશે તે પછી ઇન્ફર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી સાથે તથા લેબર મિનિસસ્ટ્રી સાથે અમે આ માર્ગદર્શિકાઓ ક્લિયર કરાવશું.” film-SRK



મિડ-ડે પાસે જે દસ્તાવેજની નકલ છે તેમાં સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા જેનું સંચાલન કરાય છે તેવા પ્રોડ્યુસર્સ ગિલ્ડે કેટલાક સૂચનો આપ્યા છે જેથી સલામતી જાળવી શકાય.આ સૂચનોમાં સેટ પર આવતા પહેલાં સ્વૉબ ટેસ્ટનાં પરિણામો આપવા, સેટ પર રોજ સેટ પર આવનારાઓનાં તાપમાન પણ ચકાસાશે અને શૂટિંગ શરૂ થાય પછી ત્રણ મહિના સુધી સેટ પર ડૉક્ટર અને નર્સની હાજરી પણ જરૂરી છે તેવાં સૂચનનો સમાવેશ થાય છે.


 film-SRK

FWICEનાં પ્રેસિડન્ટ બી એને તિવારીએ કહ્યું છે કે,”જુલાઇ પહેલા કોઇપણ શૂટ શરૂ નહીં થઇ શકે કારણકે કોઇપણ સ્ટાર્સ જોખમ નહીં ખેડે. બોની કપૂર દ્વારા પ્રોડ્યુસ થનારી ફિલ્મ મૈદાન અને સંજય લીલા ભણસાળીની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ પણ અટકાવાયું છે, તેઓ જાણે છે કે કોઇ જોખમ લેવું ન જોઇએ.” FWICEનાં સેક્રેટરી અશોક દુબેએ કહ્યું કે, “અમે મીટિંગમાં અમારા કામદારો માટે ઇન્સ્યોરન્સનો મુદ્દો પણ મુકીશું.”


કામનાં નવા નિયમો આ અનુસાર રહેશે...

એક્ટર્સે પોતાનો મેઇક-અપ અને સ્ટાઇલિંગ ઘરે કરીને આવવા પડશે અને એક સ્ટાફ મેમ્બર સાથે જ સેટ પર આવવાની પરવાનગી મળશે.

પ્રોડ્યુસર્સે દરેક ક્રુ મેમ્બર જે 12 કલાકનાં શૂટ માટે આવતો હશે તેને ચાર માસ્ક પુરાં પાડવા પડશે.

60 વર્ષથી વધુ વય ધરાવતા ક્રુ મેમ્બર્સને હાયર કરવાનું ટાળવું પડશે.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2020 03:24 PM IST | Mumbai | Upala KBR

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK