Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન 3 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું

અમિતાભ બચ્ચન 3 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું

18 October, 2019 09:03 AM IST | મુંબઈ

અમિતાભ બચ્ચન 3 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


મહાનાયક અમિતાભ બચ્ચનના સ્વાસ્થયને લઈને એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કે તેઓ અસ્વસ્થ છે અને મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ છે. સ્પોર્ટ બૉયને આ વિશે સમાચાર મળ્યા અને તેને લાગ્યું અફવા છે પરંતુ હકીકત જાણ્યા બાદ ખબર પડી કે બીગ બીને લિવરની સમસ્યા છે અને એમનો ઈલાજ ચાલુ છે. બચ્ચનને લિવરની બીમારી છે. તેઓ ઘણી વાર કહીં ચૂક્યા છે કે એમનું લિવર 25 ટકા જ કામ કરે છે.

સ્પોટ બૉયે જણાવ્યું કે બિગ બીને મંગળવાર સવારે 2 વાગ્યે હોસ્પિટલ લઈ ગયા હતા. આ વાતને 4 દિવસ થઈ ગયા છે અને કદાચ ઈન્ડસ્ટ્રીના કોઈપણ વ્યક્તિ અત્યાર સુધી તેમને મળવા નથી ગયા. અને કેટલાક લોકોને આ વિશે ખબર પડી નથી. આ વાતને ગુપ્ત રાખવામા આવી છે.



આ પણ વાંચો : રણવીર સિંહને બિગ બૉસના ઘરમાં જોવા માંગે છે આ અભિનેતા


અમિતાભ બચ્ચનને દરેક ભારતીય અને દુનિયાના અન્ય હિસ્સાઓથી લોકોની દુવાઓ મળી રહી છે. સદીના મહાનાયકે હાલમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ શૉને હોસ્ટ કરી રહ્યા છે. એ સિવાય તેઓ ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં પણ વ્યસ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2019 09:03 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK