Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Independence Day 2019: બોલીવુડ સિતારાઓ આ રીતે આપી શુભેચ્છાઓ

Independence Day 2019: બોલીવુડ સિતારાઓ આ રીતે આપી શુભેચ્છાઓ

15 August, 2019 06:28 PM IST | મુંબઈ ડેસ્ક

Independence Day 2019: બોલીવુડ સિતારાઓ આ રીતે આપી શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચન (તસવીર સૌજન્ય અમિતાભ બચ્ચન ટ્વિટર)

અમિતાભ બચ્ચન (તસવીર સૌજન્ય અમિતાભ બચ્ચન ટ્વિટર)


ભારત આજે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે બોલીવુડના ઘણાં કલાકારોએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભાચ્છાઓ આપી છે. જેમાં સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન, વરુણ ધવન, જૉન અબ્રાહમ, કંગના રણૌત, આયુષ્માન ખુરાના, તાપસી પન્નૂ જેવા નામ પણ સામેલ છે. આ બધાં સિવાય અન્ય કલાકારોએ પણ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી છે.




આયુષ્માન ખુરાના, તાપસી પન્નૂ અને વરુણ ધવન હાથમાં તિરંગો લહેરાવતા દેખાય છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રેરક કોમેન્ટ્સ પણ કરી છે.


કંગના રણૌતે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપતાં યુવાનોને સામાજિક બુરાઈથી લડવા અને ભેદભાવનો અંત આણવાનો સંકલ્પ કરવાનું આવાહન કર્યું છે.

જૉન અબ્રાહમ અને અક્ષય કુમારે તેમની ફિલ્મ બાટલા હાઉસ અને મિશન મંગલને લઇને પણ લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય લોકતંત્ર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજના જ દિવસે ભારતને સ્વતંત્રતા મળી હતી. લાલ કિલ્લાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી.

ફિલ્મ ગદરના નિર્દેશક અનિલ શર્માએ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટ્યા બાદ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોને 15 ઑગસ્ટની વધામણી આપી અને તેમને હવામાં પરિવર્તનની વાત પણ કહી છે.

ફિલ્મ અભિનેતા વિવેક ઑબેરોયએ પણ ભારતની જનતાને સ્વતંત્રતા દિવસની વધામણીઓ આપી છે.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

બોલીવુડના તમામ કલાકારોએ સ્વતંત્રતા દિવસે દેશના લોકોને વધામણી આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 06:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK