શુક્રવારની રાત્રે કોચી ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી સની લિયોનીનું નાણાકીય છેતરપિંડીના મામલે નિવેદન નોંધ્યું છે. સની પર આરોપ લાગ્યો છે કે તેમણે બે કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 29 લાખ રૂપિયા લીધા હતા. હવે આ મામલામાં કોચી ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી સની લિયોનીનું શુક્રવારે રાત્રે નિવેદન નોંધાયું છે. સની લિયોની પર આર.શિયા નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેમણે 29 લાખ રૂપિયાની ઉચાપત કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમની એક ટીમ સની લિયોનીને તિરુવનંતપુરમ જિલ્લાના એક વિસ્તારમાં મળી અને તેમનું નિવેદન નોંધ્યું હતું. જ્યા સની આગામી સ્પ્લિટ્સવિલાની શૂટિંગ કરી હતી. શિયાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચને મોકલવામાં આવી હતી. શિયાએ આરોપ લગાવ્યો હતો કે સની લિયોનીએ 29 લાખ રૂપિયા લીધા છે અને બે કાર્યક્રમોમાં ભાગ લેવાનું વચન આપ્યું હતું. જોકે તે એ કાર્યક્રમમાં આવી નહીં.
View this post on Instagram
સની લિયોની કેરળમાં છે અને શૂટિંગ કરી રહી છે. અત્યાર સુધી સનીની પ્રતિક્રિયા નથી આવી. સનીએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે ક્રિકેટ રમતી નજર આવી રહી હતી. હકીકતમાં તેમનો ઈશારો ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ તરફ કર્યો હતો. તેમણે વીડિયો શૅર કરીને લખ્યું હતું, 'શું હું ઈંગ્લેન્ડ માટે કિટ પેક કરી લઉં? ભારતીય ક્રિકેટ ટીમ.' ગયા મહિને સનીની વેબ-સીરીઝ બુલેટ રિલીઝ થઈ છે. એ સિવાય વિવેક વાસવાની, કરિશ્મા તન્ના અને દીપક તિજોરીની મહત્વની ભૂમિકા હતી.
સની લિયોનીએ હાલમાં જ વિક્રમ ભટ્ટની વેબ-સીરીઝ અનામિકાની પણ શૂટિંગ પૂર્ણ કરી છે. એમાં તેના સિવાય સોનાલી સહગલની પણ મહત્વની ભૂમિકા છે. કોરોનાના લીધે અનામિકાની શૂટિંગ મોડી થઈ હતી. સની લિયોની અભિનેત્રી છે અને તેણે ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે
અવીરા સિંહ અદ્ભુત છે, પરંતુ સની લીઓની ઓરિજિનલ છે : મિકા સિંહ
7th March, 2021 15:05 ISTSunny Leone સ્વિમસૂટમાં આવી નજર, જુઓ એની હૉટ તસવીર
17th February, 2021 16:56 ISTSunny Leoneએ બિકિનીમાં શૅર કરેલા ફોટોઝ જોરદાર વાઈરલ, જુઓ તેમ પણ
29th January, 2021 16:23 ISTવેબ-સિરીઝ અનામિકાનું શૂટિંગ શરૂ કર્યું સની લીઓનીએ
22nd December, 2020 17:48 IST