બૉબી દેઓલનું ડેબ્યુ આશ્રમથી, એ પછી ક્લાસ ઑફ 83 રિલીઝ થશે
આશ્રમ
બૉબી દેઓલ સત્યઘટના પર આધારિત સિરીઝ ‘આશ્રમ’થી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ વેબ-સિરીઝ ૨૮ ઑગસ્ટે ઓટીટી પ્લૅટફૉર્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થવાની છે, જેને ‘ગંગાજલ’ અને ‘રાજનીતિ’ જેવી ફિલ્મો બનાવનારા ડિરેક્ટર પ્રકાશ ઝાએ ડિરેક્ટ કરી છે. ‘આશ્રમ’ કુખ્યાત ગૉડમૅન ગુરમીત રામ રહીમ સિંહ પર આધારિત છે એવું કહેવાય છે, જેમાં બૉબી લીડ રોલ ભજવી રહ્યો છે.
બૉબી દેઓલ સાથે લીડ રોલમાં અનુપ્રિયા ગોએન્કા જોવા મળશે. આ ઉપરાંત ચંદન રૉય સંન્યાલ, અદિતિ પોહંકર, દર્શન કુમાર અને અધ્યયન સુમન પણ મહત્ત્વના રોલમાં છે. બૉબી દેઓલ ‘આશ્રમ’ ઉપરાંત અન્ય એક નેટફ્લિક્સ માટે બનેલી સિરીઝ ‘ક્લાસ ઑફ 83’માં પણ પોલીસ-ઑફિસરના પાત્રમાં જોવા મળવાનો છે. આ સિરીઝનું નિર્માણ શાહરુખ ખાનના બૅનર ‘રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ’ હેઠળ કરવામાં આવ્યું છે. ‘ક્લાસ ઑફ 83’ પણ રિલીઝ માટે તૈયાર હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે ઘણા સમયથી ચર્ચામાં રહેલી ‘આશ્રમ’ પહેલાં રિલીઝ થશે.