શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને દૃશ્યમ ફિલ્મ્સની ‘લવ હૉસ્ટેલ’માં સાન્યા મલ્હોત્રા, વિક્રાન્ત મેસી અને બૉબી દેઓલ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી ઉત્તર ભારતના એક યંગ કપલ પર આધારિત છે. સ્ટોરીમાં વિનાશ, રક્તરંજિતની સાથે સત્તા, ધન અને સિદ્ધાંતોને દેખાડશે. ફિલ્મની સ્ટોરી શંકર રમણે લખી છે અને એનું ડિરેક્શન પણ તેઓ કરશે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને દૃશ્યમ ફિલ્મ્સની ‘કામયાબ’ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. હવે તેઓ ફરી ‘લવ હૉસ્ટેલ’ સાથે લઈને આવ્યા છે. આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને આવતા વર્ષે જ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને લઈને શંકર રમણે કહ્યું હતું કે ‘હું હંમેશાંથી જ દિલ અને દિમાગના સવાલોમાં જ રુચિ ધરાવું છું. મારું એવું માનવું છે કે સવાલ કોઈ પણ હોય, પરંતુ હિંસા એનો જવાબ ન હોવો જોઈએ. મને વિક્રાન્ત, સાન્યા અને બૉબી દેઓલમાં પર્ફેક્ટ પાર્ટનર મળવાની ખુશી છે. આ ફિલ્મ ન માત્ર આપણા સમાજની સમસ્યાઓને ઉકેલવા માટે પરંતુ સાથે જ એને ઉકેલવા માટે કેવા પ્રકારના માર્ગ અપનાવવામાં આવે છે એના પર પણ સવાલો કરે છે.’
ટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો અને બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ
3rd March, 2021 13:00 ISTકૅનેડામાં સેટલ થવાનો ઑપ્શન હતો, પરંતુ મેં એ નહોતો સ્વીકાર્યો : બાદશાહ
3rd March, 2021 12:25 ISTઅર્થની રીમેકમાં બૉબી દેઓલ સાથે દેખાશે જૅકલિન અને સ્વરા?
3rd March, 2021 12:21 ISTપોટૅશિયમ સાયનાઇડમાં અદા ખાન લીડ રોલમાં
3rd March, 2021 12:10 IST