વિકાસ ગુપ્તા બિગ-બૉસ 14માં પોતાના જીવન સાથે સંકળાયેલું એક રહસ્ય ખોલવા જઈ રહ્યા છે. જે કદાચ તેના ચાહકો અને પરિવારના તમામ સભ્યોને આશ્ચર્યચકિત કરી દેશે. વિકાસ ઘણા દિવસથી ઘરમાં ઘણા હેરાન નજર આવી રહ્યા છે. તાજેતરમાં જ તેમનો ફરીથી અર્શી ખાન સાથે જોરદાર ઝઘડો થયો છે, જેના બાદ વિકાસ રાત્રે ખૂબ રડતા નજર આવી રહ્યા છે. હવે આજે વિકાસ ઘરમાં તમામ સ્પર્ધકો વચ્ચે કેટલાક તેમના અંગત જીવનને લગતા આવા રહસ્ય બતાવવા જઈ રહ્યા છે, જે સાંભળીને દરેક જણને આશ્ચર્યચકિત કરી દેશે.
#BiggBoss14 PROMO
— The Khabri (@TheRealKhabri) December 27, 2020
All Homemates are nominated this week Except #VikasGupta for Breaking Rules.
Vikas opens biggest secret of Life
👇👇👇👇👇https://t.co/8jVc483wlW
આજના એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં વિકાસ ગુપ્તા, રૂબીના દિલૈક અને નિક્કી તંબોલી સાથે પોતાના મનની વાત શૅર કરતા નજર આવી રહ્યા છે. વિકાસ જણાવી રહ્યા છે કે, હું છેલ્લા 4.5 વર્ષથી આ વસ્તુઓ સામે લડી રહ્યો છું. તેઓ આ શૉમાં આવ્યા હતા એની પહેલા હું અને તે એકબીજાને 1.5 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. જો કોઈ પણ વ્યક્તિ મારા જીવનમાં આવશે, આ તેને માનસિક અને ઈમોશનલી એવું કરી દેશે કે તે વ્યક્તિ મારાથી નફરત કરવા લાગે. બાદ વિકાસ કહે છે, હમણાં સુધી મેં તમારું નામ લીધું નથી, પર હવે હું નામ લઈશ. હવે હું જ્યારે બહાર પાછો આવીશ, ત્યારે હું તને છોડીશ નહીં. આ વાત કહીંને વિકાસ ઘરના સભ્યો સામે ખરાબ રીતે રડી પડે છે અને તમામ કન્ટેસ્ટન્ટ્સ એને હિમ્મત આપતા નજર આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વિકાસનો થોડા દિવસ પહેલા જ અર્શી ખાન સાથે જોરદાર ઝઘડો થયો હતો, જેના બાદ વિકાસે ગુસ્સામાં અર્શી ખાનને સ્વિમિંગ પૂલમાં ધક્કો માર્યો હતો. વિકાસની આ ભૂલના કારણે પોતે બિગ-બૉસે તેને સજા આપી હતી અને ઘરથી સીધા બેઘર કરી દીધા હતા. તાજેતરમાં વિકાસે ફરીથી ઘરમાં એન્ટ્રી મારી છે. પરંતુ આ સમયે વિકાસ ઘણા સુસ્ત નજર આવી રહ્યા છે. હાલમાં જ અર્શીએ તેને હેરાન કર્યો હતો. વિકાસ ખરાબ રીતે ઝઘડી પડ્યા. બન્નેએ એકબીજા ઉપર પાણી પણ ફેંક્યું હતું.
BB 14: વિકાસ ગુપ્તા ફરીથી જશે બિગ-બૉસનાં ઘરથી બહાર, આ સભ્યની થશે એન્ટ્રી
12th January, 2021 17:13 ISTBB 14: આવા અંદાજમાં ઘરના સભ્યોએ સલમાન ખાનને આપી બર્થ-ડેની શુભેચ્છા
27th December, 2020 17:49 ISTBigg Boss 14: વિકાસ ગુપ્તા અને એજાઝ ખાન વચ્ચે એક્સ-ગર્લફ્રેન્ડને લઈને જોરાદર લડાઈ
26th December, 2020 13:46 ISTBigg Boss 14: શૉમાં ફરીથી થશે વિકાસ ગુપ્તાની ધમાકેદાર એન્ટ્રી, જુઓ વીડિયો
21st December, 2020 09:28 IST