Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14: ઘરથી સૌથી પહેલા બેઘર થઈ આ એક્ટ્રેસ, સીનિયર્સે લીધો નિર્ણય

Bigg Boss 14: ઘરથી સૌથી પહેલા બેઘર થઈ આ એક્ટ્રેસ, સીનિયર્સે લીધો નિર્ણય

13 October, 2020 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14: ઘરથી સૌથી પહેલા બેઘર થઈ આ એક્ટ્રેસ, સીનિયર્સે લીધો નિર્ણય

સારા ગુરપાલ અને રૂબીના દિલૈક

સારા ગુરપાલ અને રૂબીના દિલૈક


હાલ ટેલિવિઝનની દુનિયામાં જ્યાં જુઓ ત્યા બિગ-બૉસ 14ની ચર્ચા ચાલી રહી છે. ગઈ સીઝનમાં જ્યાં પંજાબી સિંગર હિમાંશી ખુરાની અને શહેનાઝ ગિલે બિગ-બૉસ હાઉસમાં ધૂમ મચાવી છે. હવે આ સીઝનમાં પંજાબી કુડી સારા ગુરપાલ (Sara Gurpal)એ શૉ શરૂ થતા જ ચર્ચાનો વિષય બની ગઈ હતી અને ઘરમાં આવતાની સાથે જ કોન્ટ્રોવર્સીનું તોફાન સાથે લઈ આવી હતી. જેના બાદ લોકોને સારાની ગેમ સારી લાગી રહી છે અને ગેમમાં રહેવાની અપેક્ષાઓ વધી ગઈ છે. પરંતુ 1 સપ્તાહમાં સારા ફૅન્સને પોતાની પર્સનાલિટીથી ખાસ પ્રભાવિત કરી શકી નહીં.

હકીકતમાં, 'બિગ બૉસ 14' ના પહેલા 'વિકેન્ડ કા વાર'માં, હોસ્ટ સલમાન ખાને નવા સ્પર્ધકોને ચેતવણી આપી હતી કે તેઓ પોતાની ગેમને યોગ્ય રીતે આગળ વધારવી જોઈએ. જેથી તેઓ 2 જ સપ્તાહ બાદ ગેમ શૉમાંથી બહાર ન જવું પડે. પરંતુ જતા સમયે સલમાન ખાન નિરાશ દેખાતા હતા અને તેમણે બધા 10 ફ્રેશર્સને કહ્યું હતું કે બધા પોતાની બેગ પેક કરીને આ ઘરથી બહાર નીકળી જાય.






શું ખરેખર સારા ગુરૂપાલ ઘરથી બેઘર થઈ છે

સલમાન ખાનના ગુસ્સા બાદ આગળ શું થવાનું છે એ તો સોમવારના એપિસોડમાં ખબર પડશે. પરંતુ તે નિશ્ચિંત છે કે કોઈ એક સદસ્ય તો ઘરથી બેઘર થશે. તે જ સમયે સોશિયલ મીડિયા પર પહેલા એવિક્શનને લઈને 'બિગ-બૉસ ફૅનક્લબ'થી મોટું અપડેટ સામે આવ્યું છે. આ અપડેટ અનુસાર પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલ શૉથી એવિક્ટ થઈ ગઈ છે. તે ઘરથી બહાર થનારી પહેલી કન્ટેસ્ટન્ટ બની છે.

આ દરમિયાન સલમાન ખાને આ એવિક્શનનો નિર્ણય સીનિયર્સ પર છોડી દીધો હતો. આ પછી તમામ સીનિયર્સે મળીને સારાનું નામ લીધું અને હવે સારાને ઘરથી બેઘર થવુ પડ્યું છે. આમ તો હિના ખાને રાહુલ વૈદ્યનું નામ લીધુ હતું અને ગૌહર ખાને નિશાંતનું નામ લીધું હતું, જોકે ત્રણે સીનિયર્સે મળીને સારાના નામને આગળ રાખ્યું હતું. સારા ઘરથી બેઘરથી થઈ ગઈ છે અને તે સીઝનની પહેલી કન્ટેસ્ટન્ટ રહેશે, જેનો સફર આટલી જલ્દી સમાપ્ત થઈ ગયો છે.

આ પણ જુઓ : Bigg Boss 14: જાણો કોણ છે નિક્કી તંબોલી, એન્ટ્રી લેતા જ વાઈરલ થઈ બૉલ્ડ તસવીરો

જણાવી દઈએ કે આ વખતે બિગ-બૉસ ખૂબ જ અલગ છે અને આ કારણથી સીનિયર્સને પણ કન્ટેસ્ટન્ટને ઘરથી બેઘર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વખતે જાસ્મિન ભસીન, એજાઝ ખાન, રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, પવિત્રા પુનિયા, પંજાબી સિંગર સારા ગુરપાલ, જાન કુમાર સાનૂ, રાહુલ વૈદ્ય, નિશાંત સિંહ મલકાની જેવા ઘણા સેલેબ્સ પણ આ શૉનો ભાગ છે.

જાણો કોણ છે સારા ગુરપાલ?

સારા ગુરપાલ એક પંજાબી સિંગર અને એક્ટ્રેસ છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી સિંગર સારાના બિગ-બૉસ હાઉસમાં આવતાની સાથે જ એક વિવાદ પણ સામે આવ્યો હતો. સારાને લઈને પંજાબી સિંગર તુષાર કુમારે દાવો કર્યો હતો કે સારા ગુરપાલના લગ્ન થઈ ગયા છે અને તે જૂઠું બોલી રહી છે. સારા અને તેમના લગ્ન 2014માં થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK