Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસનું ઘર બન્યું જંગનું મેદાન, શહનાઝ અને પારસ વચ્ચે આવી દેવોલીના

બિગ બૉસનું ઘર બન્યું જંગનું મેદાન, શહનાઝ અને પારસ વચ્ચે આવી દેવોલીના

16 October, 2019 10:08 AM IST | મુંબઈ

બિગ બૉસનું ઘર બન્યું જંગનું મેદાન, શહનાઝ અને પારસ વચ્ચે આવી દેવોલીના

બિગ બૉસનું એક દ્રશ્ય

બિગ બૉસનું એક દ્રશ્ય


મંગળવારે બિગ બૉસ 13નું ઘર જંગનું મેદન બની ગયું. આમ તો આ ઘર ક્યારે જંગના મેદાનમાં બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી હતો. ટાસ્ક દરમિયાન પ્રતિસ્પર્ધી તમામ હદ પાર કરી દે છે અને આ દરેક સિઝનમાં જોવા મળે છે. ઘરમાં તૂ-તૂત-મે-મે કરતા પ્રતિસ્પર્ધીઓ ટાસ્ક દરમિયાન મારામારી પર ઉતરી આવે છે.

16માં દિવસે પણ કાંઈક આવું જ થયું જ્યારે ઘરમાં ટૉય ફેક્ટરી ટાસ્કમાં પ્રતિસ્પર્ધીઓ ભડક્યા. આ દરમિયાન વાત એટલી વધી ગઈ કે દેવોલીના પારસ અને શહનાઝની વચ્ચે આવી ગઈ. થયું એવું કે ટાસ્ક દરમિયાન અસીમ, જે શનાઝની ટીમમાં હતા તેઓ પારસની ટીમ પાસેથી રૂથી ભરેલી બકેટ લઈને ભાગ્યા હતા. દેવોલીના આ વાત પર ભડકેલી હતી. આ દરમિયાન પારસ અને શહનાઝ વચ્ચે પણ બહેસ થઈ, અને દેવોલીનાએ તેનો ફાયદો ઉઠાવ્યો અને પારસને કહ્યું કે જો તું શહનાઝ પાસે ગયો તો હું બધી બ્લેક રિંગ તને આપી દઈશ.




જેના પર પારસે કહ્યું કે તે શહનાઝ સાથે હવે વાત નહીં કરે. આ સાંભળીને શહનાઝ પણ દેવોલીના પર ભડકી ગઈ અને બંનેએ એકબીજાને ખરીખોટી સંભળાવી. શહનાઝે કહ્યું કે તુ કહીશ કે અમે વાત કરીએ કે ન કરીએ. તેના પર દેવોલીનાએ પલટીને કહ્યું કે, હા હું નથી ઈચ્છતી કે પારસ તારી સાથે વાત કરે અને તે નહીં કરે. આ વાતને લઈને બંને વચ્ચે લાંબા સમય સુધી બહેસ થઈ અને પોત પોતાનું કામ કરવા લાગી.


આ પણ જુઓઃ સવાર સવારમાં જીમ પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો

શું હતું ટાસ્ક?
ટાસ્કનું નામ હતું ટૉય ફેક્ટરી. ટાસ્કમાં બે અલગ અલગ ટીમમાં તમામ લોકોને વહેંચવામાં આવ્યા હતા. એક ટીમમાં શહનાઝ ગિલ, આરતી સિંહ, શેફાલી બગ્ગાસ સિદ્ધાર્થ શુક્લા અને અસિમ હતા. બીજી ટીમમાં માહિરા શર્મા, રશ્મિ દેસાઈ, દેવોલીના, પારસ છાબડા અને સિદ્ધાર્થ ડે હતા. પારસ અને સિદ્ધાર્થ શુક્લા પોત પોતાની ટીમના હેડ હતા. અબૂ મલિક તેમાં સંચાલકની ભૂમિકામાં હતા. ટાસ્ક બંને ટીમે ટૉયના ઑર્ડર પુરા કરવાના છે, જે ટીમ વધુ ઑર્ડર પુરા કરશે તે જીતી જશે. જીતેલી ટીમની એક છોકરી ક્વીન બની જશે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 10:08 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK