Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: સિદ્ધાર્થ અને રશ્મિનો રોમાન્સ જોઈ ફૅન્સે આપ્યું આ રિએક્શન

Bigg Boss 13: સિદ્ધાર્થ અને રશ્મિનો રોમાન્સ જોઈ ફૅન્સે આપ્યું આ રિએક્શન

25 November, 2019 02:57 PM IST | Mumbai

Bigg Boss 13: સિદ્ધાર્થ અને રશ્મિનો રોમાન્સ જોઈ ફૅન્સે આપ્યું આ રિએક્શન

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ


'બિગ બૉસ 13'માં આ સપ્તાહની શરૂઆતમાં એ જોવા મળશે જેની દર્શકોએ કલ્પના પણ કરી નહીં હોય. વીતેલા આખા સપ્તાહમાં સિદ્ધાર્થ શુક્લા અને આસિમની વચ્ચે લડતા અને ઝઘડતા જ જોવા મળ્યા છે. હાં, તમે સમજી જ ગયા હશો, અમે સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની જ વાત કરી રહ્યા છે.

 




 


અપકમિંગ એપિસોડમાં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ રોમાન્ટિક મૂડમાં નજર આવશે. બન્નેની વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળશે. એનો એક વીડિયો કલર્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શૅર કર્યો છે, જેમા સિડ અને રશ્મિ એક બીજામાં ખોવાઈ ગયેલા નજર આવી રહ્યા છે. જોકે, બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા સિદ્ધાર્થ અને રશ્મિ એક ટીવી સીરિયલ 'દિલ સે દિલ તક'માં કામ કરી ચૂક્યા છે. આ સીરિયલમાં બન્નેએ પતિ-પત્નીનો રોલ ભજવ્યો હતો. આ સીરિયલમાં ઑનસ્ક્રીન બન્નેની કેમિસ્ટ્રી ઘણી સારી રહી હતી.

આ પણ જુઓ: Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

બિગ બૉસના ઘરમાં આજે બન્ને આ કેમિસ્ટ્રીની યાદ તાજા કરતા ફરીથી જોવા મળશે. વીતેલા આખા સપ્તાહમાં લડાઈ જોયા બાદ હવે રોમાન્સ જોઈને લોકોને સારું લાગી રહ્યું છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જે બન્નેને ફૅક ગણાવી રહ્યા છે અને ડિમાન્ડ કરી રહ્યા છે કે આ રોમાન્સ સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝની વચ્ચે શૂટ કરવામાં આવે તો દર્શકોને હજી સારું લાગશે. તો વાંચો સિદ્ધાર્થ અને રશ્મિના રોમાન્સ પર શું છે ફૅન્સનનું રિએક્શન.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 02:57 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK