Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: પારસ છાબરા છુપાવી રહ્યો છે ભેદ, GFના નામનો ટેટૂ છે હાથ પર

Bigg Boss 13: પારસ છાબરા છુપાવી રહ્યો છે ભેદ, GFના નામનો ટેટૂ છે હાથ પર

07 October, 2019 08:33 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Boss 13: પારસ છાબરા છુપાવી રહ્યો છે ભેદ, GFના નામનો ટેટૂ છે હાથ પર

પારસ છાબરા

પારસ છાબરા


પારસ છાબરા બિગ બૉસના ઘરમાં છોકરીઓના ફેવરિટ છે. તેને લઈને ઘરની મહિલા કોન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ અને માહિરા શર્મામાં લડાઇ પણ થઈ ચૂકી છે. આ વીકએન્ડ કે વારમાં જ્યારે હોસ્ટ સલમાન ખાને બિગ બૉસના ઘરની અંદર થતાં લવ કનેક્શન્સને લઇને પ્રશ્નો પૂછ્યા તો સૌથી વધુ વોટ પારસ છાબરા અને શહેનાઝ ગિલની જોડીને મળ્યા. તેના પછી બે કોન્ટેસ્ટન્ટને લવના સોફા પર બેસાડવામાં આવ્યા. આગામી એપિસોડમાં પારસ છાબરા શહેનાઝ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળશે. પણ બિગ બૉસના ઘરમાં પનપતો પ્રમે ચોંકાવનારો છે કારણકે પારસ છાબરા સિંગલ નથી. તે રિલેશનશિપમાં છે.

કાંડા પર લખ્યું છે ગર્લફ્રેન્ડનું નામ
આ નવી લવ સ્ટોરી પારસ છાબરાની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરીએ કેટલાક ખુલાસા કર્યા છે. સ્પૉટબૉયની રિપોર્ટ પ્રમાણે આકાંક્ષાનું કહેવું છે કે પારસ છાબરા અને તેના સંબંધો જળવાયેલા છે. અહીં સુધી કે પારસના કાંડા પર આકાંક્ષાના નામવાળો ટેટૂ છે. પણ બિગબૉસના ઘરમાં પારસે આકાંક્ષા વિશે વાત પણ નથી કરી. આકાંક્ષાનું કહેવું છે કે તેને નથી ખબર કે પારસ બન્ને વિશે જાણી જોઇને વાત કરે છે કે નહીં. પણ આ ગેમ છે. તેને રમવા દો. તેને આ બાબતે કોઇ જ વાંધો નથી કે પારસ તેના અને પોતાના રિલેશનશિપ વિશે વાત નથી કરતો.




આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...


બીએફએફ બેન્ડ નીચે છુપાયેલો છે ટેટૂ
આકાંક્ષાનું કહેવું છે કે પારસ સ્માર્ટ રીતે રમે છે. તે પોતાના બીએફએફ બેન્ડ નીચે આકાંક્ષા નામનું ટેટૂ છુપાવી રહ્યો છે. પારસે આ વર્ષે જ વેલેન્ટાઇન વીક દરમિયાન 13 ફેબ્રુઆરીના આ ટેટૂ બનાવ્યું હતું. આ અમારી સેકેન્ડ એનિવર્સરીના અવસરની ભેટ હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 08:33 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK