Bigg Boss 13: આટલા વર્ષો બાદ સલમાનને આવી ઐશ્વર્યાની યાદ, જાણો કેમ?

Published: Nov 02, 2019, 17:22 IST | મુંબઈ

Bigg Boss 13માં આટલા વર્ષો બાદ સલમાન ખાનને ફરી ઐશ્વર્યા રાયની યાદ આવી છે. જાણો એવું તે શું થયું કે તેમને ફરી ઐશ્વર્યા યાદ આવી

સલમાન ખાન
સલમાન ખાન


એક સમય હતો કે જ્યારે બોલીવુડના દબંગ ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધોની ચર્ચા હતી. જો કો કેટલાક કારણોથી તેઓ બંને અલગ થઈ ગયા. અલગ થયા બાદ ન તો સલમાન ખાને પોતાનો સંબંધો વિશે વાત કરી અને ન તો ઐશ્વર્યાએ. પરંતુ સલમાન ખાનની સામે કોઈ પણ  ઈવેન્ટમાં જો ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ થઈ જાય તો તે આ વાતને ટાળી દે છે. પરંતુ આટલા વર્ષો બાદ સલમાનને Bigg Boss 13ના સ્ટેજ પર ઐશ્વર્યાનું નામ લેતા જોવામાં આવ્યા.


Bigg Boss 13ના ફેન પેજ પર છપાયેલી ખબર અનુસાર સલમાનને હિમાંશી ખુરાનાને જોઈને ઐશ્વર્યાની યાદ આવી જશે. અહેવાલો પ્રમાણે, પેનલિસ્ટ હિમાંશી શહનાઝ અને તેમના વિવાદ વિશે પૂછશે. જે બાદ તેમને પૂછવામાં આવશે કે જો શહનાઝ પંજાબની કેટરીના છે તો તમે કોણ છો? તેના પર હિમાંશી, સલમાનને પૂછશે કે મને જોઈને શું લાગે છે? જે બાદ સલમાને તેમની સામે થોડી વાર જોઈને કહેશે કે તમે પંજાબની ઐશ્વર્યા.

આ પણ વાંચોઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

તમને જણાવી દઈએ કે શહનાઝ ખુદને પંજાબની કેટરીના ગણાવે છે. જ્યારે પહેલી વાર તેણે ખુદને સલમાનની સામે ઈન્ટ્રોડ્યૂસ કરી તો તેમને પંજાબની કેટરિના કહીને જ કરાવવામાં આવી હતી. આમ તો હિમાંશીની ઘરમાં એન્ટ્રી શહનાઝ માટે મુશ્કેલ ઉભી કરી શકે છે. બંને પંજાબમાં ખૂબ જ ફેમસ છે અને તેમની વચ્ચે ઝઘડો થઈ ચુક્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK