Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: આજે પણ થશે વીકેન્ડ કા વાર, સલમાન કોને કરશે ઘરથી બેઘર

Bigg Boss 13: આજે પણ થશે વીકેન્ડ કા વાર, સલમાન કોને કરશે ઘરથી બેઘર

23 December, 2019 04:37 PM IST | Mumbai

Bigg Boss 13: આજે પણ થશે વીકેન્ડ કા વાર, સલમાન કોને કરશે ઘરથી બેઘર

સલમાન ખાન

સલમાન ખાન


Bigg Boss 13: બિગ-બૉસ 13માં સૌથી ખાસ દિવસ હોય છે 'વીકેન્ડ કા વાર'. આ દિવસે શૉના હોસ્ટ દબંગ સ્ટાર સલમાન ખાન કન્ટેસ્ટન્ટને મળે છે. વીકેન્ડ કા વારમાં સલમાન ખાન લોકોની ક્લાસ પણ લે છે. આ જ દિવસે કોઈ સદસ્ય ઘરથી બેઘર પણ થાય છે. આ વખતે 'વીકેન્ડ કા વાર'માં એક અલગ જ ટ્વિસ્ટ આવ્યો છે. આ અઠવાડિયે કોઈપણ સદસ્યને શૉથી બહાર નથી ગયું. પરંતુ બિગ-બૉસના ઘરમાં કોઈપણ વસ્તુ સરળતાથી થતી જ નથી. હજી એક ટ્વિસ્ટ આવવાનો છે. આવો જાણીએ....

સોમવારે પણ થશે વીકેન્ડ કા વાર



વીકેન્ડ કા વાર શનિવાર અને રવિવારે થાય છે. આ સમયે સોમવારે પણ વીકેન્ડ કા વાર થશે. આ જ દિવસે સલમાન ખાન એકવાર ફરીથી ઘરના સદસ્યો સામે રૂબરૂ થશે. બિગ-બૉસના ઘરમાં આ વીકેન્ડનું વાતાવરણ ઘણું ભયંકર હતું. રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ હતી. જોકે એના બાદ સલમાનને ઘણો ગુસ્સો આવ્યો હતો. હવે સોમવારે પણ શૉનું વાતાવરણ બદલાશે. સલમાન ખાન સદસ્યોને એક ટાસ્ક આપશે એમાં એકબીજાની ગલતફહેમી દૂર કરશે.




આ વીકેન્ડ કા વારમાં કોઈ થશે ઘરથી બેઘર

વીકેન્ડ કા વારમાં કોઈપણ સદસ્યોના ઘરથી બહાર જવાનો રસ્તો નથી દેખાઈ રહ્યો. આ સોમવારે આ કામને પૂર્ણ કરવામાં આવશે. સોમવારે વીકેન્ડ કા વારના દિવસે કોઈ એક સદસ્યનું એલિમિનેશન થશે. અરહાન ખાન અને વિશાલ આદિત્ય સિંહમાંથી કોઈ એકને બહાર કરવામાં આવશે. રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાની વચ્ચે થયેલી લડાઈમાં અરહાન સામે આવ્યો હતો. જોવાનું રહેશે કે આ દાંવ એને બચાવી શકે છે કે નહીં.

આ પણ જુઓ : માલદીવ્સના સમુદ્ર કિનારે કૂલ અંદાજમાં દેખાઈ હિના ખાન, જુઓ તસવીરો

સિદ્ધાર્થ અને શહેનાઝનો રોમાન્સ

બિગ-બૉસે આ શૉનો એક પ્રોમો જાહેર કર્યો છે. આ પ્રોમોમાં શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા એકબીજા સાથે પ્રેમ કરતા નજર આવી રહ્યા છે. એવામાં અપેક્ષા છે કે ઘરનું વાતાવરણ સુધરી શકે છે. આ રોમાન્સનો હિસ્સો દર્શકોને પસંદ આવી શકે છે. આમ પણ બિગ-બૉસના દર્શકોને આ જોડી ઘણી પસંદ આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 04:37 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK