Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 12ની વિજેતા દીપિકા કક્કડ હોસ્પિટલમાં દાખલ, પતિએ માગી દુઆ

Bigg Boss 12ની વિજેતા દીપિકા કક્કડ હોસ્પિટલમાં દાખલ, પતિએ માગી દુઆ

04 October, 2019 01:00 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Boss 12ની વિજેતા દીપિકા કક્કડ હોસ્પિટલમાં દાખલ, પતિએ માગી દુઆ

દીપિકા કક્કડ પતિ શોએબ સાથે

દીપિકા કક્કડ પતિ શોએબ સાથે


બિગ બૉસ 12ની વિજેતા રહી ચૂકેલી દીપિકા કક્કડે ખૂબજ સારી રીતે શૉમાં બધાં જ ચડાવ ઉતાર છતાં બધાંનું મન જીતી લીધું હતું. તાજેતરમાં જ દીપિકા કક્કડ પોતાની તબિયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી, પત્નીને બીમાર જોઈને પતિ શોએબે તેની માટે પ્રાર્થનાની માગ કરી છે.

તાજેતકમાં જ દીપિકાના પતિ શોએબ ઇબ્રાહિમે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર શૅર કરી છે જેમાં તે દીપિકાને ભેટીને ઉભો છે. આ તસવીર સાથે શોએબ લખે છે, "બસ હવે જલ્દી બરાબર થઈ જાઓ યાર બચ્ચા, આના જલ્દી સાજી થઈ જાય તેની માટે દુઆ કરો." આ સુંદર તસવીરમાં દીપિકા કક્કડ પતિ શોએબને ભેટીને રિલેક્સ કરતી જોવા મળે છે તો બીજી તરફ શોએબ પણ તેને પોતાના બાહોપાશમાં આધાર આપે છે.



 
 
 
View this post on Instagram

Bas ab jaldi theek ho jao yaar bachcha.. Pray for her speedy recovery??

A post shared by Shoaib Ibrahim (@shoaib2087) onOct 3, 2019 at 7:32am PDT


જણાવીએ કે દીપિકા હાલ સ્ટાર પ્લસના શૉ 'કહાં હમ કહાં તુમ'માં સોનાક્ષીનું મુખ્ય પાત્ર ભજવે છે. પોતાના બિઝી શેડ્યૂલને કારણે ગયા અઠવાડિયે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી જેના પછી તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. પછી તબિયત વધુ ખરાબ થવાથી એડમિટ કરી દેવામાં આવી. ચેક અપ કરાવતી વખતે દીપિકાના પતિ શોએબે તેની એક તસવીરપોતાની સ્ટોરી પર શૅર કરી હતી જેમાં દીપિકાનું બૉડી ટેમ્પ્રેચર ચેક કરવામાં આવી રહ્યું હતું.


આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

જણાવીએ કે 'બિગ બૉસ 12'માં પહોંચવાના થોડાંક મહિના પહેલા જ દીપિકાએ શોએબ ઇબ્રાહિમ સાથે ફેબ્રુઆરી 2018માં લગ્ન કર્યા હતા. દીપિકા અને શોએબ 'સસુરાલ સિમર કા'શૉમાં સાથે કામ કરી ચૂક્યા છે, જ્યાં બન્નેની મિત્રતા વધી. બન્નેએ શૉ છોડ્યા પછી એકબીજા સાથે લગ્ન કરી લીધા. શોએબ પહેલા દીપિકાએ રોનક મેહતા સાથે 2013માં લગ્ન કર્યા હતા પણ કોઇક કારણસર 2015માં અલગ થઈ ગયા.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 01:00 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK