Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધમાકેદાર નવેમ્બર માટે થઈ જાઓ તૈયાર..આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો....

ધમાકેદાર નવેમ્બર માટે થઈ જાઓ તૈયાર..આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો....

04 November, 2019 11:11 AM IST | મુંબઈ
ફાલ્ગુની લાખાણી

ધમાકેદાર નવેમ્બર માટે થઈ જાઓ તૈયાર..આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો....

નવેમ્બરમાં આવી રહી છે આ ગુજરાતી ફિલ્મો

નવેમ્બરમાં આવી રહી છે આ ગુજરાતી ફિલ્મો


હેલ્લારોઃ 8 નવેમ્બર
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર અને ગીતો રિલીઝ થયા પછી આ આતુરતા વધી છે. જેનો અંત 8 નવેમ્બરે આવશે. ફિલ્મની કથા કચ્છમાં આકાર લે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મની અભિનેત્રીઓને પણ નેશનલ અવૉર્ડમાં સ્પેશિયલ મેન્શન મળી ચુક્યું છે. એક નજર કરો ફિલ્મના ટ્રેલર પર..

મિસ્ટર કલાકારઃ 15 નવેમ્બર
ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાનીની ફિલ્મ મિસ્ટર કલાકાર 15 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને ખુદ ફિરોઝ ઈરાનીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં મનોજ જોશી, પૂજા ઝવેરી જેવા કલાકારો છે. જુઓ ફિલ્મનું ટ્રેલર

ગુજરાત 11: 29 નવેમ્બર
ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11 29 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મથી ડેઈઝી શાહ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. જયંત ગિલાટરની આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ફિલ્મ છે.સાથે જ ઈન્ડસ્ટ્રીમાં પણ એવી ચર્ચા છે કે આ મોસ્ટ એક્સપેન્સિવ ગુજરાતી ફિલ્મ છે. જો કે આ ફિલ્મનું બજેટ કેટલું છે તેનો કોઈ આંકડો સામે નથી આવ્યો. ફિલ્મમાં ડેયઝી શાહ અને પ્રતીક ગાંધીની સાથે કવિન દવે પણ દેખાશે. કવિન દવે આ પહેલા બે યાર અને કિક સહિતની ફિલ્મોમાં દેખાયા હતા.

 
 
 
View this post on Instagram

Announcing #gujarat11 coming in cinemas on 22nd Nov19. @jayantgilatar @shahdaisy @imkavindave @geetamodi

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial) onSep 13, 2019 at 1:06am PDT




દિયા ધ વન્ડર ગર્લઃ 29 નવેમ્બર
આ ફિલ્મ રાજ્યની નવ વર્ષની ટેક્વાંડો માસ્ટર ગર્લ દિયા પર આધારિત છે. જે ગુજરાતી ભાષાની પહેલી સ્પોર્ટ્સ બાયોપિક છે. દિયા પટેલ ટેક્વાંડોમાં માસ્ટર છે. તેણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અને જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ બાયોપિકમાં દિયા પોતે જ પોતાનો રોલ કરી રહી છે.

જી
G ગુજરાતી નવેમ્બરના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. જેનાથી જાણીતી મોડેલ અન્વેષી જૈન ડેબ્યૂ કરી રહી છે. મયુ કાછડિયાની આ ફિલ્મમાં ચિરાગ જાની અને અભિમન્યૂ સિંહ પણ છે. ચિરાગ જાનીની પણ આ પહેલી ફિલ્મ છે.



Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 11:11 AM IST | મુંબઈ | ફાલ્ગુની લાખાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK