બિગ બોસ ફેમ એજાઝ ખાનની આપત્તિજનક વીડિયો બનાવવા બદલ ધરપકડ

Published: Jul 18, 2019, 19:44 IST | મુંબઈ

બિગ બોસ ફેમ એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. જેના પર આપત્તિજનક ટિકટોક વીડિયો બનાવવાનો આરોપ છે.

એજાઝ ખાનની કરવામાં આવી ધરપકડ
એજાઝ ખાનની કરવામાં આવી ધરપકડ

પૂર્વ બિગ બોસ પ્રતિસ્પર્ધી એજાઝ ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એજાઝે ટિકટોક પર વીડિયો બનાવીને આ મુસીબતને આમંત્રણ આપ્યું છે. આ મામલે પહેલા એજાઝ ખાનને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હોવાના અહેવાલ હતા. જો કે ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, "અમે એજાઝ ખાનની ધરપકડ કરી છે. અને ટૂંક સમયમાં તેને કોર્ટ સામે રજૂ કરવામાં આવશે."

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એજાઝ ખાનને સેક્શન 153એ અને સેક્શન 67 અંતર્ગત અંદર કરવામાં આવ્યા છે. આ મામલામાં એજાઝને જલ્દી જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એજાઝ પર એક વિવાદીત વીડિયો બનાવવાનો અને તેને પ્રસારિત કરવાનો આરોપ છે.

 
 
 
View this post on Instagram

Be kind, for everyone you meet is fighting a hard battle.

A post shared by Ajaz Khan (@imajazkhan) onJul 17, 2019 at 7:55am PDT


મામલો શું છે?
એજાઝ ખાને ઝારખંડમાં મૉબ લિંચિંગની ઘટના બાદ ટિકટોકના કેટલાક સ્ટાર્સ સાથે મળીને એક વીડિયો બનાવીને શેર કર્યો હતો. જેમાં મુંબઈ પોલીસની મજાક બનાવતા કહેવામાં આવ્યું હતુંકે હવે જો કોઈ આતંકી બને છે તો કાંઈ કહેતા નહીં.

આ પણ જુઓઃ લીના જુમાણીઃ તમને ખબર છે 'કુમકુમ ભાગ્ય'ની આ ખૂબસૂરત વૅમ્પ છે ગુજરાતી...

તમને જણાવી દઈએ કે 28 જૂને પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને એજાઝ ખાને એક ધર્મ વિશેષના લોકોને રસ્તા પર ઉતરીકને મૉબ લિંચિંગની ઘટનાઓનો વિરોધ કરવાની અપીલ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK