વીક-એન્ડને લઈને ખૂબ જ એક્સાઇટેડ ભૂમિ પેડણેકર

Published: Jul 08, 2019, 10:42 IST | મુંબઈ

ભૂમિ પેડણેકર વીક-એન્ડને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી. તે ‘સાંડ કી આંખ’માં તાપસી પન્નુ સાથે જોવા મળવાની છે.

ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર વીક-એન્ડને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી. તે ‘સાંડ કી આંખ’માં તાપસી પન્નુ સાથે જોવા મળવાની છે. અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં પ્રકાશી તોમરના રોલમાં ભૂમિ અને ચન્દ્રો તોમરના પાત્રમાં તાપસી જોવા મળવાની છે. આ ફિલ્મ સૌથી વયોવૃદ્ધ શાર્પશૂટર્સ મહિલાઓના જીવન પર આધારિત છે. આ ફિલ્મનો એક ફોટો ભૂમિએ શૅર કર્યો છે. ફોટોમાં તે તાપસીને હાઇ-ફાઇ આપી રહી છે. બન્નેના હાથ ગોબરથી ભરેલા છે. આ ફિલ્મ ૨૦૧૯ની ૨૫ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી કે ‘એક્સાઇટમેન્ટ લેવેલ ૧૦૦ ટકા છે કેમ કે વીક-એન્ડ આવી ગયું છે.’

taapsee

તાપસીએ સાંડ કી આંખનો લુક શૅર કરીને વસવસો વ્યક્ત કર્યો

તાપસી પન્નુએ ‘સાંડ કી આંખ’નો લુક શૅર તો કર્યો, પરંતુ સાથે જ વસવસો પણ વ્યક્ત કર્યો છે. આ ફિલ્મમાં ચન્દ્રો તોમરના પાત્રમાં તાપસી જોવા મળવાની છે. તેની સાથે ભૂમિ પેડણેકર પ્રકાશી તોમરના રોલમાં જોવા મળશે. ફિલ્મનો જે ફોટો તાપસીએ શૅર કર્યો છે એમાં તે નવી દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. આ ફોટોની સાથે તાપસીએ પોતાની લાગણી પણ ઉમેરી છે. આ ફોટોને ટ્‍‍વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘૨૦ની ઉંમરમાં લગ્ન થયાં હતાં. મને ખાતરી છે કે ડેટિંગ લાઇફ જ નથી મળી.’

taapsee-03

અનુભવ સિંહા સાથે ફરી એક વાર કામ કરશે તાપસી પન્નુ

તાપસી પન્નુ જલદી જ અનુભવ સિંહાની વધુ એક ફિલ્મમાં કામ કરવાની છે. આ બન્નેએ ‘મુલ્ક’માં સાથે કામ કર્યું હતું. અનુભવ સિંહા સાથેનો એક ફોટો તાપસીએ ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. ફોટોમાં બન્ને ડાઇનિંગ ટેબલ પર બેઠાં છે. આ ફોટોને ટ્‍‍વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘નવી શરૂઆતને સ્વાદિષ્ટ ભોજન સાથે મા‌ણીએ છીએ. આ વિષય મારા દિલની ખૂબ નજીક છે. ઘણાં વર્ષોથી આવા વિષયની રાહ જોઈ રહી હતી.

આ પણ વાંચો : અક્ષય કુમારને બીએમસી પર ટ્વીટ કરવાનું ભારે પડ્યું

એવામાં આ ખૂબ જ મજેદાર પણ બની જાય જો એને ‘મૅન ઑફ ધ મોમેન્ટ’ અનુભવ સિંહા સાથે મળીને બનાવવામાં આવે. ૨૦૨૦ની ૮ માર્ચે આ રિલીઝ થવાની છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK