બેલ બૉટમ સત્ય ઘટના પરથી પ્રેરિત છે : અક્ષય

Published: Nov 12, 2019, 12:06 IST | New Delhi

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘બેલ બૉટમ’ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનો લુક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

અક્ષયકુમાર
અક્ષયકુમાર

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘બેલ બૉટમ’ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનો લુક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. જાસુસી પર આધારિત આ ફિલ્મ ૮૦ના દાયકાની સ્ટોરી દેખાડશે. ૨૦૨૧ની બાવીસમી જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. એક ફૅને તેને પૂછ્યુ હતું કે શું આ ફિલ્મ કન્નડ ફિલ્મની રીમેક છે? એનો જવાબ આપતા અક્ષયકુમારે કહ્યું હતું કે ‘ના ‘બેલ બૉટમ’ કોઈ પણ ફિલ્મની રીમેક નથી. સત્ય ઘટના પરથી પ્રેરણા લઈને આ ફિલ્મનો ઓરિજનલ સ્ક્રીનપ્લે બનાવવામાં આવ્યો છે.’

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આ ફિલ્મને રણજિત એમ. તિવારી ડિરેક્ટ કરશે અને વાશુ ભગનાણી, જૅકી ભગનાણી, દિપશીખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાની અને નિખીલ અડવાણી પ્રોડ્યુસ કરશે. આ એક ઍક્શનથી ભરપૂર ફિલ્મ છે. ફિલ્મનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘૮૦નાં દાયકામાં પાછા જવા માટે તૈયાર થઈ જાઓ. જાસુસીની રોલર કૉસ્ટર રાઇડ પર સવાર થઈ જાઓ.  ૨૦૨૧ની બાવીસમી જાન્યુઆરીએ ‘બેલ બૉટમ’ રિલીઝ થવાની છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK