શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહના ટીઝરને જોઈને પ્રભાસે કરી આ વાત

Apr 13, 2019, 13:55 IST

હાલમાં જ શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર રિલીઝ થયું છે, જે લોકોને ઘણું પસંદ આવ્યું છે. આ લિસ્ટમાં બાહુબલી એક્ટર પ્રભાસનું નામ પણ સામેલ છે.

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહના ટીઝરને જોઈને પ્રભાસે કરી આ વાત
શાહિદ કપૂર

હાલમાં જ શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર રિલીઝ થયું છે, જે લોકોને ઘણું પસંદ આવ્યું છે. કેટલાક સ્ટાર્સ દિલ ખોલીને આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને આ લિસ્ટમાં બાહુબલી એક્ટર પ્રભાસનું નામ પણ સામેલ છે.

prabhas

પ્રભાસ

નોંધપાત્ર છે કે શાહિદ કપૂર જલ્દી જ ફિલ્મ કબીર સિંહમાં એક બાગી ડૉક્ટરની ભૂમિકા ભજવતા નજર આવશે. આ ફિલ્મમાં એના સિવાય કિઆરા અડવાણીની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં બનેલી ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ વંગાએ કર્યું છે. આ ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે. જોકે સમાચાર એ છે કે પ્રભાસ પણ શાહિદ કપૂરની આ ફિલ્મનું ટીઝર જોઈને ઘણા ઈમ્પ્રેસ થયા છે.

આ પણ વાંચો : માતા બનવાને લઈને દીપિકાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

જોકે પ્રભાસ હાલમાં હૈદરાબાદમાં પોતાની ફિલ્મ શાહોની શૂટિંગમાં વ્યસ્ત છે. જે વખતે કબીર સિંહનું ટીઝર આવ્યું સેલિબ્રિટી એરસ્ટાઈલ આલિમ હાકિમ પણ એમની સાથે હૈદરાબાદમાં હતા. આલિમે પ્રભાસને પણ કબીર સિંહનું ટીઝર બતાવ્યુ અને આ ટીઝર જોઈને પ્રભાસ ઘણા ઈમ્પ્રેસ થયા અને એમની ટીમને પણ આ ટીઝર ઘણું પસંદ આવ્યું. પછી હાકિમે શાહિદ કપૂરને ફોન લગાવીને પ્રભાસને આપ્યો અને પ્રભાસે શાહિદ કપૂરના ખૂબ વખાણ કર્યા. અને બન્ને એ લગભગ 7મિનિટ સુધી એકસાથે વાત કરી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK