Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટીવીસ્ટાર ઋષિકા શરૂ કરશે એની ફૅશન-બ્રૅન્ડ

ટીવીસ્ટાર ઋષિકા શરૂ કરશે એની ફૅશન-બ્રૅન્ડ

19 October, 2020 01:22 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ટીવીસ્ટાર ઋષિકા શરૂ કરશે એની ફૅશન-બ્રૅન્ડ

ઋષિકા કંધારી

ઋષિકા કંધારી


ફિલ્મ હોય કે ટીવીસ્ટાર, સૌકોઈની પાસે પોતાના કૉસ્ચ્યુમ-ડિઝાઇનર છે, પણ ‘અય મેરે હમસફર’ની ઋષિકા કંધારીની વાત જુદી છે. ઋષિકા પોતે જ પોતાની કૉસ્ચ્યુમ-ડિઝાઇનર છે. ઋષિકા છેલ્લા દોઢ વર્ષથી પોતાના કૉસ્ચ્યુમ પોતે જ ડિઝાઇન કરે છે અને એને માટે જેકોઈ ખરીદી કરવાની હોય એ પણ એ પોતે જ કરવા જાય છે. ઋષિકા કહે છે, ‘શોખ મને બહુ હતો, પણ પછી મેં એને મારા પર વાપરવાનું શરૂ કરર્યું અને મારા કૉસ્ચ્યુમ ડિઝાઇન કરવાનું મેં જ શરૂ કરી દીધું.’

ઋષિકાના પોતાના કામનું રેકગ્નાઇઝેશન ત્યારે મળ્યું જ્યારે ‘અય મેરે હમસફર’ના પ્રોડ્યુસરે પણ ઑફિશ્યલ તેને ઇમરતીની એટલે ઋષિકા જે કૅરૅક્ટર કરે છે એની કૉસ્ચ્યુમ-ડિઝાઇનર બનાવી દીધી. હવે તો એવું બને છે કે સિરિયલમાં કોઈ તહેવાર કે પ્રસંગની ઉજવણી હોય એટલે બીજા આર્ટિસ્ટ પણ ઋષિકા પાસે આવીને તેમના કૉસ્ચ્યુમ ડિઝાઇન કરાવે છે. ઋષિકા કહે છે, ‘બધાનું કહેવું છે કે મારે મારી ફૅશન-બ્રૅન્ડ પણ શરૂ કરવી જોઈએ, જેથી મારા ફૅન્સને પણ એ કૉસ્ચ્યુમ ખરીદવાનો ચાન્સ મળે.’


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2020 01:22 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK