તુલસીદાસ જુનિયર
તુલસીદાસ જુનિયર
આશુતોષ ગોવારીકર અને ભૂષણ કુમાર સ્નૂકર ચૅમ્પિયન પર આધારિત એક સ્પોર્ટ્સ-ડ્રામા ‘તુલસીદાસ જુનિયર’ બનાવવાના છે. આશુતોષ ઇતિહાસને પોતાની ફિલ્મો દ્વારા પડદા પર રજૂ કરવા માટે જાણીતો છે. આ અગાઉ તેણે ‘લગાન’, ‘જોધા અકબર’, ‘મોહેંજો દારો’, ‘સ્વદેસ’ અને ‘પાનીપત’ જેવી ફિલ્મો બનાવી હતી. જોકે પહેલી વખત તે ટી-સિરીઝના ભૂષણ કુમાર સાથે મળીને ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત, રાજીવ કપૂર અને વરુણ બુદ્ધદેવ લીડ રોલમાં જોવા મળશે. તો આ ફિલ્મને મૃદુલ ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને આશુતોષ ગોવારીકરે ટ્વીટ કર્યું હતું કે ‘એક મ્યુઝિક કલાબરેશન હવે મૂવી કલાબરેશન બની ગયું છે. તમારી ક્યુ સ્ટિક્સ તૈયાર રાખો. ‘તુલસીદાસ જુનિયર’ જલદી આવશે.’