‘કાટેલાલ એન્ડ સન્સ’માં ધરમપાલનું પાત્ર ભજવનાર અશોક લોખંડેને હરિયાણવી શીખવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. તેના મુજબ તેનું પાત્ર સ્થિતિ પ્રમાણે લોકોને ગમે પણ અને ના પણ ગમે. હરિયાણા પર આધારિત આ સિરીયલમાં મેઘા ચક્રવર્તી, જીયા શંકર અને આયુષ આનંદ લીડ રોલમાં છે. શોની સ્ટોરી બે બહેનો પર આધારિત છે. તેમનું માનવુ છે કે જે કામ છોકરાઓ કરી શકે છે એ કામ છોકરીઓ પણ કરી શકે છે. એથી તેઓ કાટેલાલ એન્ડ સન્સ નામનું છોકરાઓ માટેનું હેર સેલુન ચલાવે છે. ગરીમાનાં રોલમાં મેઘા અને સુશીલાનાં પાત્રમાં જીયા જોવા મળી રહી છે. તો તેમનાં પિતા ધરમપાલનો રોલ અશોક લોખંડે ભજવી રહ્યા છે. પોતાનાં રોલ વિશે અશોક લોખંડેએ કહ્યું હતું કે ‘ધરમપાલનું કેરેક્ટર સ્વભાવે આકરો છે. આમ છતાં લોકોને તે ક્યારેક પસંદ પડે છે તો ક્યારેક તેનાં કઠોર સ્વભાવને કારણે ના પણ ગમે. ક્યારેક મારા માટે એ પડકાર બની જાય છે કારણ કે યોગ્ય સમયે યોગ્ય ઇમોશન આવવા જરૂરી છે. તો સાથે જ બીજી ચેલેન્જ એ છે કે મારે હરિયાણવી શીખવી પડી છે અને એ ઉચ્ચારોને શૂટ દરમ્યાન મારે જાળવી રાખવાનાં હોય છે.’
એક ગુજરાતી કરશે આજે હિન્દી રંગભૂમિનો શુભારંભ
26th January, 2021 08:13 ISTહેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો
25th January, 2021 21:10 ISTમૉલદીવ્ઝમાં એન્જૉય કરતી સારા
25th January, 2021 16:19 ISTબૉલીવુડના સ્ટાર્સ દેખાડો કરવામાં હંમેશાં આગળ હોય છે: ગુલશન દેવૈયા
25th January, 2021 16:15 IST