અનુપ સોની ફરી ક્રાઇમ પેટ્રોલમાં એન્ટ્રી કરશે

Updated: Jul 08, 2019, 13:23 IST | મુંબઈ

અનુપ સોની હવે ફરીથી સોની ચૅનલ પર આવતાં ‘ક્રાઇમ પેટ્રોલ’માં જોવા મળવાનો છે. આ વખતે તે નવા અવતાર એટલે કે દાઢીવાળા લુકમાં દેખાશે.

અનુપ સોની ફરી ક્રાઇમ પેટ્રોલમાં એન્ટ્રી કરશે
અનુપ સોની ફરી ક્રાઇમ પેટ્રોલમાં એન્ટ્રી કરશે

અનુપ સોની હવે ફરીથી સોની ચૅનલ પર આવતાં ‘ક્રાઇમ પેટ્રોલ’માં જોવા મળવાનો છે. આ વખતે તે નવા અવતાર એટલે કે દાઢીવાળા લુકમાં દેખાશે. તે પહેલાંની જેમ લોકોને અપરાધની ઝીણવટપૂર્વક માહિતી પણ આપશે. અનુપે તાજેતરમાં જ પ્રોમોનું શૂટ કર્યું છે. આ વિશે અનુપે કહ્યું હતું કે ‘હું સાત વર્ષથી આ શો સાથે જોડાયેલો હતો. મારા અન્ય પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવા માટે મેં આ શોમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. ૧૫ મહિના બાદ આ શોમાં પાછો ફરવાથી હું ખુશ છું.

આ પણ વાંચોઃ જૅકલિનની મિસિસ સિરિયલ કિલરમાં જોવા મળશે મનોજ બાજપાઈ અને મોહિત રૈના

 પહેલાની સીઝનની જેમ જ આ સીઝનમાં પણ જણાવવામાં આવશે કે કઈ રીતે નાની ઘટનાઓ સામાન્ય માણસની લાઇફ પર અસર કરતાં તે અપરાધ કરવા પ્રેરિત થાય છે. એમાં એ વ્યક્તિનો તણાવ અથવા તો તેનાં ઇમોશનલનું અસમતોલપણું પણ દેખાઈ આવે છે. સામાન્ય વ્યક્તિ અને અપરાધિક માનસિકતા ધરાવનાર માણસ વચ્ચે એક પાતળી રેખા હોય છે. આ બધું વ્યક્તિની વિચારધારા પર આધાર રાખે છે. એક વ્યક્તિ અન્ય વ્યક્તિને પછાડીને આગળ વધે છે અને બીજી તરફ એક વ્યક્તિ જાત મહેનતે પ્રામાણિકપણે પ્રગતિ કરે છે એ જ તફાવત સામાન્ય માણસ અને અપરાધીની વચ્ચે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK