Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જૅકલિનની મિસિસ સિરિયલ કિલરમાં જોવા મળશે મનોજ બાજપાઈ અને મોહિત રૈના

જૅકલિનની મિસિસ સિરિયલ કિલરમાં જોવા મળશે મનોજ બાજપાઈ અને મોહિત રૈના

04 July, 2019 12:22 PM IST |

જૅકલિનની મિસિસ સિરિયલ કિલરમાં જોવા મળશે મનોજ બાજપાઈ અને મોહિત રૈના

મનોજ બાજપાઈ અને મોહિત રૈના

મનોજ બાજપાઈ અને મોહિત રૈના


મનોજ બાજપાઈ અને મોહિત રૈના વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘મિસિસ સિરિયલ કિલર’માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા જૅકલિન ફર્નાન્ડિસ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મની સ્ટોરીમાં એક પત્નીની વાત કરવામાં આવી છે જેના પતિને સિરિયલ મર્ડર્સમાં દોષી ઠેરાવી જેલની સજા કરવામાં આવી હોય છે. તેના પતિને બચાવવા માટે પત્ની એ પણ એજ રીતે મર્ડર કરવા પડે છે. આ ફિલ્મને ફારાહ ખાન પ્રોડ્યુસ કરશે અને તેનો હઝબન્ડ શિરિષ કુંન્દર ડિરેક્ટ કરશે.

ફિલ્મ વિશે વધુ જણાવતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘થોડાં વર્ષો પહેલાં અમે શૉર્ટ-ફિલ્મ ‘ક્રિતી’ બનાવી હતી જેને ડિજિટલ વર્લ્ડમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. શિરિષ કુંન્દર સાથે એક ડિરેક્ટર તરીકે સેટ પર કામ કરવું ખૂબ સારુ લાગે છે. મને ‘મિસિસ સિરિયલ કિલર’ની સ્ટોરી ખૂબ જ ગમી ગઈ હોવાથી શિરિષ જ્યારે એની સ્ટોરી મારી પાસે લઈને આવ્યો ત્યારે મેં તરત જ એ માટે હા પાડી દીધી હતી. નેટફ્લિક્સ સાથે મારી આ પહેલી ફિલ્મ છે અને તેમની સાથે કામ કરવુ એ યાદગાર જર્ની બની ગઈ છે. ફિલ્મ વિશે શિરિષ જેમ કહે છે એમ હું પણ કહેવા માગીશ કે તમે જે જુઓ છો એ જરૂરી નથી કે તમે એને મેળવી શકો.’



આ પણ વાંચો : Dharmendra ફોટો શૅર કરીને કહ્યું,'હું આમને છોડીશ નહીં'


પોતાનાં ખુશી વ્યક્ત કરતાં મોહિત રૈનાએ પણ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘મિસિસ સિરિયલ કિલર’માં મારું પાત્ર એકદમ વિરોધાભાસી છે અને એને પરદા પર જીવંત કરવાનો મારો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો છે. આ પાત્રનું અન્ય પાત્રો સાથે જે સંબંધો વણાતાં જાય છે એનાંથી ફિલ્મમાં રહસ્ય પણ વધુ ઘેરુ બનતું જાય છે. નેટફ્લિક્સ સાથે મારી આ પહેલી ફિલ્મ છે. વિશ્વનાં ૧૪૯ મિલ્યન લોકો સુધી આ પ્લૅટફૉર્મ દ્વારા પહોંચવામાં આવશે એ વિચારમાત્રથી જ હું ઉત્સાહિત થઈ જાઉં છું. આ વર્ષ મારા માટે ખૂબ સારું રહ્યું છે. મારી ઈચ્છા છે કે લોકો આ ફિલ્મનાં મારા પાત્રને પણ પસંદ કરે.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 12:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK