Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આખરે MeToo ના આરોપ બાદ અનુ મલિકે ટ્વીટર પર મુક્યો ઓપન લેટર

આખરે MeToo ના આરોપ બાદ અનુ મલિકે ટ્વીટર પર મુક્યો ઓપન લેટર

15 November, 2019 12:50 PM IST | Mumbai

આખરે MeToo ના આરોપ બાદ અનુ મલિકે ટ્વીટર પર મુક્યો ઓપન લેટર

અનુ મલિક (PC : Jagran)

અનુ મલિક (PC : Jagran)


બોલીવુડમાં MeToo ફરી ધણધણી ઉઠ્યું છે. બોલીવુડ સિંગર અનુ મલિક પર સોના મહાપાત્રા, નેહા ભસિન અને શ્વેતા પંડિતે લગાવેલા યૌન શોષણના આરોપ બાદ અનુ મલિકે ટ્વિટર પર ઓપન લેટર લખીને પોતાની વાત રજુ કરી છે.

મારી પર કરવામાં આવેલા આરોપો, જે મેં ક્યારેય કર્યા નથી : અનુ મલિક
બોલીવુડ સિંગર અનુ મલિક પર લગાવવામાં આવેલા યૌન શોષણ પર પોતાનું મૌન તોડ્યું હતું અને ટ્વિટર પર કહ્યું કે, છેલ્લાં 1 વર્ષમાં મારી પર કેટલાંક એવા આરોપો લાગ્યા જે મેં ક્યારેય કર્યાં નથી.




મારા મૌનને નબળાઇ સમજવામાં આવી રહી છે : અનુ મલિક
હું આટલા દિવસ સુધી ચૂપ રહ્યો. જોકે, હવે મને એ વાતનો અહેસાસ થયો કે મારા મૌનને નબળાઈ સમજવામાં આવી રહી છે. જ્યારથી મારી પર ખોટા આરોપો લાગ્યા છે ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા તથા મારા પરિવારનું માનસિક સ્વાસ્થ્ય પર ઘણી જ ખરાબ અસર પડી રહી છે. આ તમામ આરોપોએ મને તથા મારા કરિયરને બરબાદ કરી દીધું છે. હું મારી જાતને હેલ્પલેસ અને અકળાયેલું ફિલ કરી રહ્યો છું.

હું ટીવી પર પરત ફર્યો ત્યારે જ કેમ આવા આરોપો લગાવવામાં આવ્યા.?
ટ્વિટર પર અનુ મલિકે વધુમાં કહ્યું કે, આ ઘણું જ શરમજનક છે કે જીવનના આ તબક્કે મારા નામની સાથે આટલાં ગંદા અને ડરામણી ઘટનાઓને સાંકળવામાં આવી. આ પહેલાં કેમ આ અંગે સવાલ કરવામાં ના આવ્યા? આ તમામ આરોપો ત્યારે જ કેમ લાગ્યા જ્યારે હું ટીવી પર પરત આવ્યો. આ એક માત્ર મારી કમાણીનું સાધન છે.




2 દિકરીનો પિતા હોવાના કારણે આવું વિચારી પણ નથી શકતો : અનુ મલિક
હું બે દીકરીઓના પિતા હોવાને નાતે આવું વિચારી પણ શકતો નથી. શો ચાલુ જ રહશે...પરંતુ આ હસતા ચહેરાની પાછળ હું ઘણી જ તકલીફમાં છું. મારે ન્યાય જોઈએ છે.

આ પણ જુઓ : બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે 

જાણો, અનુ મલિક પર કોણે લગાવ્યા આરોપો...
મહત્વનું છે કે ‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ પેનલમાં સામેલ થયા બાદ અનુ મલિક પર યૌન શોષણના આરોપો લાગ્યાં હતાં. ગયા વર્ષે સોના મહાપાત્રા, નેહા ભસિન તથા શ્વેતા પંડિતે અનુ મલિકે તેમનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. શ્વેતા પંડિત તથા સોના મહાપાત્રાએ અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડલ’માં જજ બનાવવા પર વિરોધ પ્રગટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 12:50 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK