પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે આ રીતે સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે

Published: Jul 18, 2020, 17:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાને ટ્રિબ્યુટ આપવા 'પવિત્ર રિશ્તા' શોની બીજી સીઝન બનાવવા એકતા કપૂરને અપ્રોચ કરી અંકિતાએ

'પવિત્ર રિશ્તા'માં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે, એકતા કપૂર
'પવિત્ર રિશ્તા'માં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે, એકતા કપૂર

34 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરનાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતા ફૅન્સ અને સેલેબ્ઝ સતત તેને મિસ કરી રહ્યાં છે. સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે (Ankita Lokhande) પણ તેના જવાના આઘતમાંથી હજી સુધી બહાર નથી આવી. તે સુશાંતને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માંગે છે. અંકિતાની ઈચ્છા છે કે, સુશાંતના આઈકોનિક શો 'પવિત્ર રિશ્તા'ની સિક્વલ બનાવવામાં આવે અને આ માટે તેણે એકતા કપૂર (Ekta Kapoor)ને અપ્રોચ કરી છે.

અંકિતા લોખંડેનું માનવું છે કે, 'પવિત્ર રિશ્તા' સુશાંતના દિલની સૌથી નજીકનો શો હતો. આ શોને લીધે તેના કરિયરને નવી ઊંચાઈ મળી હતી. આ શોની બીજી સીઝન બનાવવામાં આવે તો તેનાથી ઉત્તમ શ્રદ્ધાંજલિ બીજી કોઈ નહીં હોય. અહેવાલ પ્રમાણે, એકતા કપૂરને અંકિતાનો આ આઈડિયા ગમ્યો છે. તેણે રાઈટર ટીમની સાથે શોની બીજી સીઝન માટે બ્રેનસ્ટોર્મીંગ શરુ કરી દીધું છે. બીજી સીઝનમાં શોને આગળ કઈ રીતે વધારવો તેમાં એકતા કપૂરે પર્સનલી ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 'પવિત્ર રિશ્તા'માં સુશાંત સિંહ રાજપૂતે માનવ અને અંકિતા લોખંડેએ અર્ચનાની ભૂમિકા ભજવી હતી. બન્નેએ મધ્યમ વર્ગ કપલના સંઘર્ષને નાનકડાં પડદા પર રજુ કર્યો હતો. આ શોના કુલ 1,424 એપિસોડ પ્રસારિત થયાં હતાં. છેલ્લો એપિસોડ 25 ઓક્ટોબર, 2014ના રોજ પ્રસારિત થયો હતો. સુશાંત અને અંકિતા આ સિરિયલ દરમ્યાન જ એકબીજાની નજીક આવ્યા હતાં અને પછી છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. ત્યારબાદ 2016માં બન્નેનું બ્રેકઅપ થયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK