Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે, કહ્યું આ....

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે, કહ્યું આ....

02 September, 2020 10:44 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે, કહ્યું આ....

સુશાંત સિંહ રાજપૂત, અંકિતા લોખંડે (ફાઈલ તસવીર)

સુશાંત સિંહ રાજપૂત, અંકિતા લોખંડે (ફાઈલ તસવીર)


14 જુનના આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને અઢી મહીના કરતા વધુ સમય થઈ ગયો છે. પરંતુ પરિવારજનો, ફૅન્સ અને મિત્રો આજે પણ અભિનેતાને ભુલી શકતા નથી. એક બાજુ અભિનેતાના કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. તો બીજી બાજુ દરરોજ અભિનેતાને લઈને સોશ્યલ મીડિયા પર કોઈ નવો જ ટ્રેન્ડ ચાલતો હોય છે. અભિનેતાની ભુતપુર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) સુશાંતના મૃત્યુ બાદથી શોકમાં છે. એટલું જ નહીં અભિનેતા માટે ન્યાયની લડાઈમાં તેના પરિવારનો સાથ શરૂઆતથી જ આપી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રિએ સોશ્યલ મીડિયા પર સુશાંતનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને સાથે જ એક શાયરી લખી છે. જે વાંચીને કોઈપણ વ્યક્તિ ભાવુક થઈ જાય.

અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે સુશાંત અને અંકિતા રિલેશનમાં હતા અને બન્ને સાથે રજાઓ માણવા ગયા હતા. આ વીડિયોમાં સુશાંત પૈરાગ્લાઈડિંગ કરતો હોવાનું દેખાય છે. વીડિયો શૅર કરવાની સાથે અંકિતાએ એક શાયરી પણ લખી છે. શાયરી દ્વારા સુશાંતને યાદ કરતા લખ્યું છે કે....



'काश तूने ये उड़ान भरी ही ना होती यार मेरे, या फिर काश तू जुड़ा रहता उन सब से जो तुझे तेरी जड़ों से जोड़े रखते थे,


यूं तो शायद  इतना तुझे याद ना करते हम यार,

क्योंकि तू मसरूफ था, खुश दिखता था खुद की चुनी हुई नई दिलचस्प गलियों में, हम भी तेरे यार खुश थे तुझे ऊंचा उड़ता देख कर,


इस तरह तुझे खो देने का इल्म होता अगर, तो तुझे  ये उड़ान भरने ही ना देते हम  यार,

क्योंकि जब तू यहां जमीन पर था हम यारों के साथ, हंसते थे हम, गाते भी थे, किस्से एक दूसरे को सुनाते भी थे,

क्या हुआ जो ये हंसता हुआ सपनों को यूं जीता हुआ यार मेरा फिर कभी ना हंसेगा, ना रोएगा, फिर कभी ना जिएगा बस सोएगा

उसकी इस नींद को सुकून दे या रब।'

 
 
 
View this post on Instagram

How beautifully expressed and written nats ❤️❤️ adi thanku so much for the memories ❤️ #Sushant u will be missed by all of us and all of ur fans ? #keepflying #Repost @natasha_sharma_redij with @make_repost ・・・ काश तूने ये उड़ान भरी ही ना होती यार मेरे ,यां फ़िर काश तू जुड़ा रहता उन सब से जो तुझे तेरी जड़ों से जोड़े रखते थे. यूं तो शायद इतना तुझे याद ना करते हम यार , क्यूंकि तू मसरूफ था, खुश दिखता था खुद की चुनी हुई नयी दिलचस्प गलियों मे, हम भी तेरे यार खुश थे तुझे ऊंचा उड़ता देख कर. इस तरह तुझे खो देने का इल्म होता अगर, तो तुझे ये उड़ान भरने ही ना देते हम यार.क्यूंकि जब तू यहाँ ज़मीन पर था हम यारों के साथ, हस्ते थे हम, गाते भी थे, किस्से एक दूसरे को सुनाते भी थे. क्या हुआ जो ये हस्ता हुआ सपनो को यूं जीता हुआ यार मेरा फ़िर कभी ना हसेगा, ना रोयेगा फ़िर कभी ना जिएगा बस सोयेगा. उसकी इस नींद को सुकून दे या रब #truthshallprevail #justiceforsushantsinghrajput #memories #sushant #Helovedadventures #Manwithavision #manwithdreams This video was recorded by @adittyaredij On one of our vacation together @lokhandeankita your voice pierced through my heart ?

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onSep 1, 2020 at 7:27am PDT

વીડિયો પોસ્ટ કરવાની સાથે અંકિતાએ લખ્યું છે કે, આ વીડિયો અમે સાથે વેકેશન પર ગયા હતા ત્યારનો છે અને આદિત્યએ તેને રેકૉર્ડ કર્યો છે.

આ પણ વાંચો: SSR કેસ: અંકિતા લોખંડેએ રિયા ચક્રવર્તીના દાવા ફગાવ્યા, કહ્યું આ...

અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની મુલાકાત એકતા કપૂરના શો 'પવિત્ર રિશ્તા'ના સેટ પર થઈ હતી અને બન્ને જણા એકબીજાને છ વર્ષ સુધી ડેટ કરતા હતાં. એક રિયાલિટી શોમાં સુશાંતે અંકિતાને પ્રપોઝ પણ કર્યું હતું. એક સમયે બન્ને જણ લિવઈન રિલેશનમાં પણ રહેતા હતા. જોકે, અમુક કારણોસર બન્ને જણ 2016માં છુટ્ટા પડયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2020 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK