Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીદેવીને દરરોજ યાદ કરે છે અનિલ કપૂર

શ્રીદેવીને દરરોજ યાદ કરે છે અનિલ કપૂર

14 August, 2019 12:15 PM IST | મુંબઈ

શ્રીદેવીને દરરોજ યાદ કરે છે અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂર


શ્રીદેવીની ગઈકાલે બર્થ-ઍનિવર્સરી પર બોની કપૂર, જાહ્‌નવી કપૂર અને અનિલ કપૂર સહિત ફૅમિલીએ તેને યાદ કરી છે. શ્રીદેવીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‍નવીએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે મમ્મા. આઇ લવ યુ.’

sridevi



શ્રીદેવીને સૌ કોઈ યાદ કરી રહ્યાં છે. ૧૯૬૩ની ૧૩ ઑગસ્ટે શ્રીદેવીનો જન્મ થયો હતો. ૨૦૧૮ની ૨૪ ફેબ્રુઆરીમાં દુબઈમાં તેનું નિધન થયું હતું. શ્રીદેવીનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને બોની કપૂરે ટ્વીટ કર્યું હતું કે શ્રીદેવીને ભરપૂર પ્રેમ અને લાગણી સાથે યાદ કરવા માટે સૌનો આભાર.


આ પણ વાંચો : આર. બાલ્કીએ પૅડમૅનની સફળતાનું શ્રેય આપ્યું અરુણાચલ મુરુગનંથમને

અનિલ કપૂરે અને શ્રીદેવીએ ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘લમ્હે’ અને ‘જુદાઈ’માં સાથે કામ કર્યું હતું. શ્રીદેવીને યાદ કરતાં તેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અનિલ કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘આજે અમારા માટે થોડો કપરો દિવસ છે કેમ કે આજે અમે તારી ગેરહાજરીમાં તારો ૫૬મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યાં છીએ. તારી કમી અમને ખૂબ વર્તાઈ રહી છે. જોકે તારી સ્માઇલ, અમારી લાઇફમાં આનંદ લાવવા માટે અને અમારી વચ્ચે એકતા લાવવા માટે તું હંમેશાં યાદ રહીશ. શ્રીદેવી તને દરરોજ યાદ કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 12:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK