કાર્તિક આર્યન સાથે સમય પસાર કરવું ગમે છે અનન્યા પાન્ડેને

Published: Dec 02, 2019, 12:10 IST | Sonal Dedhia | Mumbai

કાર્તિકની પ્રશંસા કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું આ વાત અનેકવાર કહી ચુકી છું કે કાર્તિક ક્યુટ છે અને તેની સાથે સમય પસાર કરવું હું ખૂબ એન્જૉય કરું છું.

અનન્યાને ગમે છે કાર્તિકનો સાથ
અનન્યાને ગમે છે કાર્તિકનો સાથ

અનન્યા પાન્ડેનું કહેવું છે કે તેને કાર્તિક આર્યન સાથે સમય પસાર કરવો ગમે છે. એથી તે સતત કાર્તિકને મળતી રહે છે. ૬ ડિસેમ્બરે રિલીઝ થનારી ‘પતિ, પત્ની ઔર વો’માં અનન્યા, કાર્તિક અને ભૂમિ પેડણેકર સાથે જોવા મળવાના છે. અનન્યા અને કાર્તિક છાશવારે સાથે જોવા મળે છે. એથી બન્નેનાં રિલેશનશિપને લઈને પણ ખાસ્સી અફવા ઉડે છે. સારા અલી ખાન સાથે કાર્તિકનું બ્રેકઅપ થઈ ગયું છે એવી પણ ચર્ચાઓ છે. જોકે કાર્તિક વિશે પોતાનાં વિચાર જણાવતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું ડૅટિંગને લઈને કરવામાં આવતી અફવાઓને ગંભીરતાથી નથી લેતી કારણ કે લોકો તો તેમનાં મનમાં જે આવશે એ બોલવાનાં છે. જો અમે સાથે ફરશું તો એ ન્યુઝ બની જશે. જો સાથે નહીં દેખાશું તો પણ એ ચર્ચાનો વિષય બનશે. એથી મને જે ગમશે હું એ જ કરીશ.’
કાર્તિકની પ્રશંસા કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું આ વાત અનેકવાર કહી ચુકી છું કે કાર્તિક ક્યુટ છે અને તેની સાથે સમય પસાર કરવું હું ખૂબ એન્જૉય કરું છું. એથી ન્યુઝમાં શું દેખાડવામાં આવે છે એની પરવા કર્યા વગર હું તેને મળવાનું બંધ નહીં કરું. આવી અફવાઓ પર અમે ખૂબ હસીએ છીએ. એનાંથી અમારી લાઇફ પર પણ કોઈ અસર નથી પડતી.’
અનન્યા પોતાની પર્સનલ લાઇફને પર્સનલ જ રાખવા માગે છે. આ વિશે અનન્યાએ કહ્યું હતું કે ‘હું મારી પર્સનલ લાઇફ વિશે કદી પણ ચર્ચા નથી કરતી. મને એની જરૂર પણ નથી લાગતી. કાર્તિક અને મારી વચ્ચે સારી બૉન્ડિંગ છે. એ કૅમિસ્ટ્રી અમારી ફિલ્મમાં પણ દેખાય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK